________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ] .
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्यं न तेन सः सिद्धः। उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति।।३६ ।।
सिद्धस्य कार्यकारणभावनिरासोऽयम्।
यथा संसारी जीवो भावकर्मरूपयात्मपरिणामसंतत्या द्रव्यकर्मरूपया च पुद्गलपरिणामसंतत्या कारणभूतया तेन तेन देवमनुष्यतिर्यग्नारकरूपेण कार्यभूत उत्पद्यते न तथा सिद्धरूपेणापीति। सिद्धो ह्युभयकर्मक्षये स्वयमुत्पद्यमानो नान्यतः कुतश्चिदुत्पद्यत इति। यथैव च स एव संसारी भावकर्मरूपामात्मपरिणामसंततिं द्रव्यकर्मरूपां च पुद्गलपरिणामसंततिं कार्यभूतां कारणभूतत्वेन निर्वर्तयन् तानि तानि देवमनुष्यतिर्यग्नारकरूपाणि कार्याण्युत्पादयत्यात्मनो न तथा सिद्धरूपमपीति। सिद्धो ह्युभयकर्मक्षये स्वयमात्मानमुत्पादयन्नान्यत्किञ्चिदुत्पादयति।।३६।।।
અન્વયાર્થ- [ યસ્માત સ: સિદ્ધ:] તે સિદ્ધ [ pdશ્ચત પિ] કોઈ (અન્ય) કારણથી [ ન ઉત્પન્નઃ] ઊપજતા નથી [ તેન] તેથી [વાર્ય ન] કાર્ય નથી, અને [ વિવિત્ બાપ ] કાંઈ પણ (અન્ય કાર્યને ) [ન ઉત્પાવયતિ] ઉપજાવતા નથી [ તેન] તેથી [૪] તે [ કારણમ્ પ] કારણ પણ [ ન ભવતિ] નથી.
ટીકાઃ- આ, સિદ્ધને કાર્યકારભાવ હોવાનો નિરાસ છે (અર્થાત્ સિદ્ધભગવાનને કાર્યપણું અને કારણ પણું હોવાનું નિરાકરણ-ખંડન છે ).
જેમ સંસારી જીવ કારણભૂત એવી ભાવકર્મરૂપ *આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ વડે તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકના રૂપે કાર્યભૂતપણે ઊપજે છે, તેમ સિદ્ધરૂપે પણ ઊપજે છે એમ નથી; (અને) સિદ્ધ (સિદ્ધભગવાન) ખરેખર, બંને કર્મનો ક્ષય હોતાં, સ્વયં (સિદ્ધપણે ) ઊપજતા થકા અન્ય કોઈ કારણથી (-ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી) ઊપજતા નથી.
વળી જેમ તે જ સંસારી (જીવ) કારણભૂત થઈને કાર્યભૂત એવી ભાવકર્મરૂપ આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદગલપરિણામસંતતિ રચતો થકો કાર્યભૂત એવાં તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકનાં રૂપો પોતાને વિષે ઉપજાવે છે, તેમ સિદ્ધનું રૂપ પણ (પોતાને વિષે) ઊપજાવે છે એમ નથી; (અને સિદ્ધ ખરેખર, બન્ને કર્મનો ક્ષય હોતાં, સ્વયં પોતાને ( સિદ્ધપણે) ઉપજાવતા થકા અન્ય કોઈ પણ (ભાવદ્રવ્યકર્મસ્વરૂપ કે દેવાદિસ્વરૂપ કાર્ય) ઉપજાવતા નથી. ૩૬.
* આત્મપરિણામસંતતિ = આત્માના પરિણામોની પરંપરા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com