________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावेन प्राप्यत्वात् कर्मत्वं कलयन्, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावेन साधकतमत्वात् करणत्वमनुविभ्राणः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनस्वभावेन कर्मणा समाश्रियमाणत्वात् संप्रदानत्वं दधानः, शुद्धानन्तशक्तिज्ञानविपरिणमनसमये पूर्वप्रवृत्त
किंविशिष्टो भूतः। सव्वण्हू सव्वलोगपदिमहिदो भूदो सर्वज्ञः सर्वलोकपतिमहितश्च भूत: संजातः। कथम्। सयमेव निश्चयेन स्वयमेवेति तथाहि-अभिन्नकारकचिदानन्दैकचैतन्यस्वभावेन स्वतन्त्रत्वात् कर्ता भवति। नित्यानन्दैकस्वभावेन स्वयं प्राप्यत्वात् कर्मकारकं भवति। शुद्धचैतन्य
આત્મા, (૧) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે એવો, (૨) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી (–પોતે જ પ્રાપ્ત થતો હોવાથી) કર્મપણાને અનુભવતો, (૩) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ (–ઉત્કૃષ્ટ સાધન) હોવાથી કરણપણાને ધરતો, (૪) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો, (૫) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા 'વિકળજ્ઞાનસ્વભાવનો નાશ થવા છતાં સહજજ્ઞાનસ્વભાવ વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો, અને (૬) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી અધિકરણપણાને આત્મસાત કરતો-(એ રીતે) સ્વયમેવ છે કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિઅપેક્ષાએ દ્રવ્ય-ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભત થયો હોવાથી, “સ્વયંભૂ” કહેવાય છે.
આથી એમ કહ્યું કે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (–બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા ) પરતંત્ર થાય છે.
ક
,
.
ભાવાર્થ:- કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ–એ છ કારકોનાં નામ છે. જે સ્વતંત્રપણે (સ્વાધીનપણે) કરે તે કર્તા; કર્તા જેને પહોંચે-પ્રાપ્ત કરે તે કર્મ; સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ; કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન; જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન; જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ
૧. વિકળ જ્ઞાન = અપૂર્ણ (મતિ-શ્રુતાદિ ) જ્ઞાન ૨. દ્રવ્ય-ભાવભેદે ભિન્ન ઘાતિકર્મો = દ્રવ્ય ને ભાવ-એવા બે ભેદવાળાં ઘાતિકર્મો; દ્રવ્ય ઘાતિકર્મો ને ભાવ
ઘાતિકર્મો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com