SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨ પ્રવચનસાર [ ભગવાનશ્રીકુંદકુંદ पर्यायत्वे शब्दस्य पृथिवीस्कन्धस्येव स्पर्शनादीन्द्रियविषयत्वम्; अपां घ्राणेन्द्रियाविषयत्वात्, ज्योतिषो घ्राणरसनेन्द्रियाविषयत्वात्, मरुतो घ्राणरसनचक्षुरिन्द्रियाविषयत्वाच। न चागन्धागन्धरसागन्धरसवर्णाः एवम ज्योतिर्मारुतः, सर्वपुद्गलानां स्पर्शादिचतुष्कोपेतत्वाभ्युपगमात; व्यक्तस्पर्शादिचतुष्कानां च चन्द्रकान्तारणियवानामारम्भकैरेव पुद्गलैरव्यक्तगन्धाव्यक्तगन्धरसाव्यक्तगन्धरसवर्णानामपूज्योतिरुदरमरुतामारम्भदर्शनात्। न च क्वचित्कस्यचित् गुणस्य वस्थायां शुद्धत्वमिति। सद्दो सो पोग्गलो यस्तु शब्दः स पौद्गलः। यथा जीवस्य नरनारकादिविभावपर्यायाः तथायं शब्द: पुद्गलस्य विभावपर्यायो, न च गुणः। कस्मात्। गुणस्याविनश्वरत्वात्, अयं च विनश्वरो। नैयायिकमतानुसारी कश्चिद्वदत्याकाशगुणोऽयं शब्दः। परिहारमाह-आकाशगुणत्वे सत्यमूर्तो भवति। अमूर्तश्च श्रवणेन्द्रियविषयो न भवति, दृश्यते च श्रवणेन्द्रियविषयत्वम्। વળી ‘જો શબ્દ પુદ્ગલનો પર્યાય હોય તો પૃથ્વીસ્કંધની જેમ તે સ્પર્શનાદિક ઇંદ્રિયોનો વિષય હોવો જોઈએ અર્થાત્ જેમ પૃથ્વીસ્કંધરૂપ પુદગલપર્યાય સર્વ ઇન્દ્રિયોથી જણાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલપર્યાય પણ સર્વ ઇન્દ્રિયોથી જણાવો જોઈએ” (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી; કારણ કે પાણી (પુદગલપર્યાય હોવા છતાં) ધ્રાણેદ્રિયનો વિષય નથી, અગ્નિ (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેન્દ્રિય તથા રસનેંદ્રિયનો વિષય નથી અને પવન (પુદ્ગલપર્યાય હોવા છતાં) ઘ્રાણેદ્રિય, રસનેંદ્રિય તથા ચક્ષુ-ઇન્દ્રિયનો વિષય નથી. વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અગ્રાહ્ય છે), અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે (તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે) અને પવન ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે (તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે); કારણ કે સર્વ પુદગલો સ્પર્શાદિ ચતુષ્ક સહિત સ્વીકારવામાં આવ્યાં છે; કેમ કે જેમને સ્પર્શાદિ ચતુષ્ક વ્યક્ત છે એવાં (૧) ચંદ્રકાતને, (૨) અરણિને અને (૩) જવને જે પુદ્ગલો ઉત્પન્ન કરે છે તે જ પુદગલો વડ (૧) જેને ગંધ અવ્યક્ત છે એવા પાણીની, (૨) જેને ગંધ તથા રસ અવ્યક્ત છે એવા અગ્નિની અને (૩) જેને ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે એવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. * ચતુષ્ક = ચતુષ્ટય; ચારનો સમૂહ. [ સર્વ પુદ્ગલોમાં-પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ બધાંયમાંસ્પર્ધાદિ ચારે ગુણો હોય છે. માત્ર ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યક્ત છે, પાણીમાં ગંધ અવ્યક્ત છે, અગ્નિમાં ગંધ તથા રસ અવ્યક્ત છે અને વાયુમાં ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે. આ વાતની સિદ્ધિને માટે યુક્તિ આ પ્રમાણે છે: ચંદ્રકાંત મણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે છે, અરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયુ થાય છે; માટે (૧) ચંદ્રકાંત મણિમાં, (૨) અરણિમાં અને (૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા, પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy