________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૭૯
तत्कालकलितवृत्तिकमतीतोदर्ककालकलितवृत्तिकं चाप्येकपद एव समन्ततोऽपि सकलमप्यर्थजातं, पृथक्त्ववृत्तस्वलक्षणलक्ष्मीकटाक्षितानेकप्रकारव्यञ्जितवैचित्र्यमितरेतरविरोधधापितासमानजातीयत्वोद्दामितवैषम्यं क्षायिकं ज्ञानं किल जानीयात्। तस्य हि क्रमप्रवृत्तिहेतुभूतानां क्षयोपशमावस्थावस्थितज्ञानावरणीयकर्मपुद्गलानामत्यन्ताभावात्तात्कालिकमतात्कालिकं वाप्यर्थजातं तुल्यकालमेव प्रकाशेत। सर्वतो विशुद्धस्य प्रतिनियतदेशविशुद्धेरन्तःप्लवनात् समन्ततोऽपि प्रकाशेत। सर्वावरणक्षयाद्देशावरणक्षयोपशमस्यानवस्थानात्सर्वमपि प्रकाशेत। सर्वप्रकारज्ञानावरणीयक्षयादसर्वप्रकारज्ञानावरणीयक्षयोपशमस्य विलयनाद्विचित्रमपि प्रकाशेत। असमानजातीयज्ञानावरणक्षयात्समानजातीयज्ञानावरणीयक्षयोपशमस्य विनाशना
पञ्चकं गतम्। अथ प्रथमं तावत् केवलज्ञानमेव सर्वज्ञस्वरूपं, तदनन्तरं सर्वपरिज्ञाने सति एकपरिज्ञानं, एकपरिज्ञाने सति सर्वपरिज्ञानमित्यादिकथनरूपेण गाथापञ्चकपर्यन्तं व्याख्यानं करोति। तद्यथा-अत्र ज्ञानप्रपञ्चव्याख्यानं प्रकृतं तावत्तत्प्रस्तुतमनुसृत्य पुनरपि केवलज्ञानं सर्वज्ञत्वेन निरूपयति
ટીકા:- ક્ષાયિક જ્ઞાન ખરેખર એકી વખતે જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશથી), તત્કાળ વર્તતા કે અતીત-અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોને-કે જેમનામાં પૃથકપણે વર્તતાં લક્ષણોરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને લીધે વૈચિય પ્રગટ થયું છે અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થતા અસમાનજાતીયપણાને લીધે વૈષમ્ય પ્રગટ થયું છે તેમને-જાણે છે. (આ જ વાતને યુક્તિપૂર્વક સમજાવે છેઃ) ક્રમપ્રવૃત્તિના હેતુભૂત, ક્ષયોપશમ–અવસ્થામાં રહેલાં જ્ઞાનાવરણીય કર્મપુદગલોનો તેને (ક્ષાયિક જ્ઞાનને) અત્યંત અભાવ હોવાથી તે તાત્કાલિક કે અતાત્કાલિક પદાર્થમાત્રને સમકાળે જ પ્રકાશે છે; (ક્ષાયિક જ્ઞાન) સર્વતઃ વિશુદ્ધ હોવાને લીધે પ્રતિનિશ્ચિત દેશોની (–અમુક નિયત પ્રદેશોની) વિશુદ્ધિ (સર્વતઃ વિશુદ્ધિની) અંદર ડૂબી જતી હોવાથી તે સર્વતઃ પણ (સર્વ આત્મપ્રદેશથી પણ) પ્રકાશે છે; સર્વ આવરણના ક્ષયને લીધે દેશ-આવરણનો ક્ષયોપશમ નહિ રહ્યો હોવાથી તે સર્વને પણ પ્રકાશે છે; સર્વપ્રકારજ્ઞાનાવરણના ક્ષયને લીધે (–સર્વ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે ) અસર્વપ્રકારજ્ઞાનાવરણનો ક્ષયોપશમ (–અમુક જ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો ક્ષયોપશમ) વિલય પામ્યો હોવાથી તે વિચિત્રને પણ (–અનેક પ્રકારના પદાર્થોને પણ ) પ્રકાશે છે; અસમાનજાતીયજ્ઞાનાવરણના ક્ષયને લીધે (–અસમાન જાતિના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે) સમાનજાતીયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ (–સમાન જાતિના જ પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો
૧ દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મી-સંપત્તિ-શોભા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com