________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
ન રત્નાકર ભાગ-૯ (અનુકુમ) भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववचितः।
अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः।। १९६ ।। અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને છોડ છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે,
સ્વપરના વિભાગદર્શનથી (ભદદર્શનથી) દર્શક છે અને સ્વપરની વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.
ભાવાર્થ- જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.
એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે:
શ્લોકાર્થ- [વસ્તૃત્વવત્ ] કર્તાપણાની જેમ [ મોવસ્તૃત્વ ચ વિત: સ્વભાવ: મૃત: 7] ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિસ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [ અજ્ઞાનાત્ વ મોજૂT] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [ત–૩માવીત્ અવેવ: ] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે. ૧૯૬.
સમયસાર ગાથા ૩૧૪-૩૧૫ : મથાળું જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ, અસંયત છે-એમ હવે કહે છે:
* ગાથા ૩૧૪-૩૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * “જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વ-લક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com