SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૯ થી ૩૧૧] [ ૩૭ કર્તાપણ માને તો એ તો વિરુદ્ધ માન્યતા થઈ ગઈ; કેમકે એક દ્રવ્ય અન્યદ્રવ્યનું કર્તા થાય તો બન્ને મળીને એક થઈ જાય અને તો અનંત દ્રવ્ય સ્વતંત્ર રહેશે નહિ. શું કીધું? એક દ્રવ્ય પરદ્રવ્યનું કરે અને વળી તે અન્યદ્રવ્યનું કરે-જો એમ થાય તો બધાં અનંતદ્રવ્યો ભિન્ન નહિ રહી શકે, એક થઈ જશે. (પણ એમ બનતું નથી ). માટે નિશ્ચયથી કોઈ દ્રવ્યને કોઈ અન્યદ્રવ્ય સાથે કર્તાકર્મસંબંધ છે જ નહિ. કુંભારે ઘડો કર્યો એમ વ્યવહારથી કહેવાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે, બાકી કુંભાર ઘડાનો કર્તા નથી, ઘડો કુંભારનું કર્મ નથી એ નિશ્ચયાર્થ છે તેમ એક દ્રવ્યને નિશ્ચયથી અન્યદ્રવ્ય સાથે કર્તાકર્મસંબંધ નથી. હુવે કહે છે: માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.' અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છે. અહા! આવા નિજસ્વરૂપને જેણે જાણું-અનુભવ્યું તે જીવને પર્યાયમાં કિંચિત્ રાગ થાય છે તેને તે માત્ર જાણે છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય રાગને જાણે છે તે જ્ઞાન જ તેનું (આત્માનું) કર્મ છે અને આત્મા તે જ્ઞાનનો કર્તા છે, પણ રાગ એનું કર્મ અને આત્મા રાગનો કર્તા એમ છે. નહિ. જ્ઞાન રાગને જાણે છે એ પણ વ્યવહારથી વાત છે. વાસ્તવમાં જ્ઞાન કર્તા અને રાગ એનું કર્મ એમ છે નહિ. તથા રાગ કર્તા અને જ્ઞાન અને કર્મ એમ પણ છે નહિ. લ્યો, આ રાગ (શુભભાવ, પુણ્યભાવ) કરતાં કરતાં જ્ઞાન થઈ જશે એમ લોકો માને છે ને? અહીં કહે છે-એ તદ્દન વિપરીત વાત છે, જૂઠી માન્યતા છે. - ૪૭ શક્તિઓમાં એક અકાર્યકારણત્વ શક્તિ કહી છે. જેમ જ્ઞાન, આનંદ આદિ આત્માની શક્તિઓ છે તેમ આત્મામાં એક અકાર્યકારણત્વ શક્તિ છે. આ શક્તિનું કાર્ય શું? તો કહે છે-આત્મા રાગનું કાર્ય પણ નહિ અને આત્મા રાગનું કારણેય નહિ-આવું અકાર્યકારણત્વશક્તિનું કાર્ય છે. લોકોને લાગે કે આમાં તો સર્વ વ્યવહારનો નિષેધ-લોપ થઈ જાય છે. અરે ભાઈ ! દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિના ભાવ તને ગૃહસ્થદશામાં આવે પણ તે જીવના સ્વરૂપભૂત ક્યાં છે? નથી. માટે જીવ એનો કર્તા નથી, અકર્તા છે, જ્ઞાતા છે. બહારનાં કાર્યો આ મંદિરાદિ બને એ તો જડ પુદ્ગલમાં એના થવા કાળે એનાથી થાય છે. તેને કોણ કરે? શું જીવ કરે ? જડની ક્રિયાને તે કેમ કરે? અહીં ! બહારનાં જડનાં કામ તો તે ન કરે, પણ શુભાશુભ રાગનાં કર્મનો પણ એ કર્તા નથી. વીતરાગનો આવો મારગ છે બાપા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy