________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ પર્યાયનું કર્તા દ્રવ્ય નથી, પણ પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન અને પર્યાય અધિકરણ-આમ પર્યાય પોતે પોતાના પારકથી પરિણમે છે એમ કહ્યું છે. ત્યાં એ વાત બીજી છે. અહીં તો પોતાના પરિણામોથી ઉપજતું થયું દ્રવ્ય પોતે જ તેમાં તન્મયપણે છે. અન્યદ્રવ્ય નહિ. માટે દ્રવ્ય પોતે પોતાના પરિણામોનું કર્તા છે, અન્યદ્રવ્ય તેનો કર્તા નથી.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! જીવદ્રવ્યની જ્ઞાનગુણની એક સમયની પર્યાય (-કેવળજ્ઞાન) છ દ્રવ્યને જાણે છે, સ્વદ્રવ્યને પણ જાણે છે. અહા ! ત્યાં સ્વદ્રવ્યમાં જેમ તદ્રુપ છે તેમ તે અન્યદ્રવ્યમાં તદ્રુપ નથી. તે પર્યાય છે દ્રવ્ય સાથે એકમેક નથી. છ દ્રવ્ય તે પર્યાયમાં આવતા નથી. અહા ! છ દ્રવ્યના ત્રિકાળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપનું જ્ઞાન તેમાં થયું છે પણ છ દ્રવ્ય તેમાં આવતાં નથી, અને તે પર્યાય છ દ્રવ્યમાં તદ્રુપ નથી. માટે છ દ્રવ્યોની પર્યાયોનો કર્તા જ્ઞાન નથી, આત્મા નથી. આત્મા પોતાના જ્ઞાન-પરિણામનો કર્યા છે, પણ પદ્રવ્યનો કર્તા નથી, અકર્તા છે. આવી વાત છે.
અહાહા...! પ્રત્યેક દ્રવ્ય-પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના ક્રમનિયમિત ઉપજતા પરિણામોથી તે કાળે તદ્રુપ છે, તાદાભ્યરૂપ છે; અને પરથી પૃથક્ છે. જીવના પરિણામમાં જીવ તદ્રુપ છે અને તે અજીવથી પૃથક છે. તેમ અજીવના પરિણામમાં અજીવ તદ્રુપ છે અને જીવથી તે પૃથક છે. આ પ્રમાણે જીવ પોતાના પરિણામોનો કર્યા છે, પણ પરનો-અજીવનો અકર્તા છે. અને તેથી જ જગતનાં અનંત દ્રવ્યો અનંતપણે ત્રણે કાળ રહે છે. ભાઈ ! જીવ પોતાના પરિણામનેય કરે અને પરય કરે એવું પદાર્થોનું સ્વરૂપ જ નથી. તેથી જીવ પરનો અકર્તા ઠરે છે. આવી વાત છે.
ગાથા ૩૦૮ થી ૩૧૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે. તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી.”
શું કહે છે? કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુના સમયસમયે થતા પરિણામ ભિન્નભિન્ન છે અને તે પરિણામના કર્તા તે તે દ્રવ્ય પોતે જ છે અને તે પરિણામ તે તે દ્રવ્યનું કર્મ છે. અન્યદ્રવ્ય કર્તા અને અન્યદ્રવ્યનું પરિણામકર્મ-એમ કર્તાકર્મ-સંબંધ છે નહિ. બાપુ ! આ તો વીતરાગ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી વાત છે.
એક બાજુ તું લોકમાં અનંત દ્રવ્ય માને અને વળી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com