________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ અહાહા...! ભગવાન આત્મા જ્ઞાતા-દાસ્વરૂપ પ્રભુ- એની દષ્ટિ થતાં તે પરનો અને રાગનો કર્તા થતો નથી. અકર્તા રહે છે. જ્ઞાતાપણે રહે છે અને એનું નામ જૈનધર્મ છે. સમજાણું કાંઈ...?
આ રીતે જીવ અકર્તા છે તો પણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે” – એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૧૯૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સ્વરત: વિશુદ્ધ:' જે નિજરસથી વિશુદ્ધ છે, અને “ક્રૂરતું—–ળ્યોતિર્મિ: રિત–મુવન–મો–ભવન:' સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, “યં નીવ:' એવો આ જીવ ‘તિ' પૂર્વોક્ત રીતે (પદ્રવ્ય અને પરભાવોનો ) અવકર્તા સ્થિત:” અકર્તા ઠર્યો.....
શું કીધું? કે આત્મા પોતે નિજરસથી એટલે સહજ જ્ઞાનાનંદરસથી વિશુદ્ધ નામ પવિત્ર છે, નિર્મળ છે. અહાહા.! પોતાની શક્તિથી-સ્વભાવથી જ આત્મા નિર્મળાનંદ પ્રભુ પવિત્ર છે. એટલે શું? કે જ્ઞાન અને આનંદપણે થાય એવો એનો સ્વભાવ છે પણ રાગના કે પરના કર્તાપણે થાય એવો એનો સ્વભાવ જ નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત છે.
જીવ ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. અહા ! એના દુઃખનું શું કહેવું? અહીં કહે છે-તે દુઃખ જીવનો સ્વભાવ નથી. દુઃખના ભાવે થવું એ એનો સ્વભાવ નથી.
આ શરીર, કર્મ વગેરે તો જડ માટી–ધૂળ છે; અંદર પુણ્ય-પાપના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે રાગ છે, તે શુદ્ધ અંત:તત્ત્વથી ભિન્ન છે. ભાઈ ! નવ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજીવ તત્ત્વ અજીવપણે છે, પુણ્ય તત્ત્વ પૂર્ણપણે છે ને પાપ તત્ત્વ પાપપણે છે: તથા ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવપણે છે. અહાહા..! ભગવાન આત્મા આનંદઅમૃતનું વાસ્તુ પ્રભુ નિજ રસથી વિશુદ્ધ છે, પવિત્ર છે. અહાહા..!
ગગનમંડળમેં અધબીચ કુઆ વહાઁ હૈ અમીકા વાસા, સુગુરા હોય સો ભર ભર પીએ
નગુરા જાવૈ પ્યાસા............. સંતો......... અહાહા...! લોકાકાશમાં આકાશથી ભિન્ન ભગવાન આત્મા અંદર એકલા અમૃતનો વાસ છે. કોઈ સુગરા જીવ તો અંતરમાં સ્વસ્વરૂપના ભાવનું ભાસન કરી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com