________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
[૩૩ વિકારી પરિણામમાં ચૈતન્યનો અભાવ છે. નિશ્ચયથી તે વિકારી પરિણામ અરૂપી અચેતના છે. શરીર, મન, વાણી રૂપી અચેતન છે અને વિકારી પરિણામ અરૂપી અચેતન છે, છે બને અચેતન-અજીવ. શું થાય ? માર્ગ તો આવો છે ભાઈ !
અહા ! કાયા અને કષાય પોતાની ચીજ છે એમ માનીને ભગવાન! તું મહાવ્રતાદિ પાળે પણ એ તો બધો મિથ્યાભાવ છે બાપુ! એ મહાવ્રતાદિના પરિણામ અચેતન છે અને તેને, અહીં કહે છે, જીવનું કર્મપણું (જીવનું કાર્ય હોવાપણું) સિદ્ધ થતું નથી. જેમ બીજા જીવ અને અજીવ પદાર્થો જે છે તેના કાર્યનું કારણ આ જીવ નથી તેમ અચેતન રાગાદિ પરિણામનું આ જીવ કારણ નામ કર્તા નથી. હવે આવી વાત બિચારાને સાંભળવા મળે નહિ એ શું કરે? માંડ વાત બહાર આવી ને સાંભળવા મળી ત્યાં આ “એકાન્ત છે એકાન્ત છે” – એમ કહીને વાતને ઉડાડી દે છે પણ ભાઈ ! એકવાર ફુરસદ લઈને ધીરજથી સાંભળ તો ખરો કે આ શું કહેવાય છે? ભાઈ ! એમ ને એમ (સમજ્યા વિના) તું ખોટા તર્ક કરી વાતને ઉડાડી દે છે પણ તેમાં તને ભારે નુકશાન છે. ભાઈ ! કદાચ લૌકિકમાં તારી પ્રશંસા થશે (કેમકે લોકો તો અવળે માર્ગ છે જ) પણ તેમાં તને શું લાભ છે? જો ને પ્રભુ ! અહીં આ ચોકખું તો કહે છે કે-અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી.
હવે કહે છે- “અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે (અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી, માટે જીવ અકર્તા ઠરે છે.”
શું કીધું? કે આ શરીર અને કર્મ ઇત્યાદિ અજીવની પર્યાયને જીવ કરે એમ સાબીત થતું નથી; કેમકે તે તે પરમાણુઓ પોતે જ શરીરાદિની પર્યાયપણે પરિણમે છે. વાસ્તવમાં કર્તા-કર્મની અન્યદ્રવ્યથી નિરપેક્ષ સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ છે. અહાહા....! પ્રત્યેક દ્રવ્ય અન્યદ્રવ્યની સહાય-અપેક્ષા વિના જ પોતાના પરિણામને કરે છે એવી વસ્તુસ્થિતિ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા નામ જ્ઞાતા-દેરા જ ઠરે છે.
પ્રશ્ન- ભગવાન શ્રી મહાવીરને કેવળજ્ઞાન થયા પછી છાસઠ દિવસ પછી ૐધ્વનિ છૂટી; તે ગૌતમ ગણધર સભામાં પધાર્યા ત્યારે છૂટી એમ બરાબર છે કે નહિ?
સમાધાન- ભાઈ ! વાણી- ૩ૐધ્વનિ છૂટી તે વચનવર્ગણાનું કાર્ય છે. તે કાર્યનો કર્તા વચનવર્ગણાના પરમાણુઓ છે. તેમાં ભગવાન ગૌતમ ગણધરનું શું કામ છે? વચનવર્ગણા પોતાના કાળે વાણીરૂપે પરિણમી તેમાં ગૌતમ ગણધરની કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com