________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ ભાવના આશ્રયે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ કરે, એક શુદ્ધોપયોગરૂપ પરિણમે એ જૈનધર્મની સેવા છે. બાકી દયા, દાન ને બહારની પ્રભાવનાનાં કામોમાં રોકાઈ રહે તે કાંઈ જૈનધર્મની સેવા નથી. અહાહા...! દયા, દાન આદિ વિકલ્પ ઉત્પાદ-કાર્ય અને તેનો તું ઉત્પાદક એવું વાસ્તવિક કાર્ય-કારણનું સ્વરૂપનું નથી. જડ અચેતન વિકલ્પોના કાર્યનો ચેતનદ્રવ્ય કર્તા થાય એવો કાર્યકારણભાવ બની શકતો નથી.
સમયસાર કળશટીકા કળશ ૧૦૬ માં કહ્યું છે કે- “શુદ્ધ વસ્તુમાત્ર, તેની સ્વરૂપનિષ્પત્તિ, તેનાથી જે સ્વરૂપાચરણચારિત્ર તે જ, તે જ મોક્ષમાર્ગ છે; આ વાતમાં સંદેહ નથી.” ત્યાં સ્વરૂપાચરણચારિત્ર સંબંધી વિશેષ વાત કરીને છેલ્લે કહ્યું છે કે “ત્રણે કાળે આવું છે જે શુદ્ધ ચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ છે. શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક જીવદ્રવ્યસ્વરૂપ છે.” જુઓ આ સ્વરૂપાચરણ ચારિત્ર ! નિજાનંદરસમાં લીન રહી તેમાં જ રમવું તે સ્વરૂપાચરણ છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગનું થવું એ કાંઈ સ્વરૂપાચરણ નથી; કેમકે તે જીવ દ્રવ્યસ્વરૂપ નથી, અન્ય દ્રવ્યસ્વરૂપ છે. લ્યો, આ પ્રમાણે જીવદ્રવ્યને અન્યદ્રવ્યસ્વરૂપ જે રાગ તેની સાથે કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી. આવી વાત છે.
હવે કહે છે- “તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી.'
શું કીધું? આ શરીરની હાલવા-ચાલવાની ક્રિયા થાય તેને જીવ કરે એ વાત સિદ્ધ થતી નથી.
આ મોટા ડુંગરા તોડીને તેમાં રેલવે કાઢે એ કાર્ય તો જીવે કર્યું કે નહિ? તો કહેના; તે કાર્ય જીવે કર્યું એમ સિદ્ધ થતું નથી. ભાઈ ! તું ધીરો થા બાપુ! તારું તો જ્ઞાનસ્વરૂપ છે ને પ્રભુ! તે જ્ઞાન પરનું શું કરે? જેમ આંખ પરનું કાંઈ ન કરે તેમ જીવ પરનું કાંઈ ન કરે. આ વાત ગાથા ૩૨૦ માં હવે પછી આવશે. આંખ તો પરને જાએ, પરને દેખે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરની-જડની ને રાગની જે ક્રિયા થાય તેને જાણે, પણ તેનું શું કરે? કાંઈ જ ન કરે. અરે! આ જીવ ક્ષણેક્ષણે મરણની સમીપ ધસી રહ્યો છે પણ એને પોતાનું સત્ય સ્વરૂપ સમજવાની દરકાર નથી.
અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. એટલે શું? કે અજીવનું કાર્ય જીવનું છે એમ સિદ્ધ થતું નથી. જ્ઞાનાવરણાદિ કર્મ જે બંધાય તે કાર્ય જીવનું છે એમ સિદ્ધ થતું નથી. અરે! આ પુણ્ય ને પાપના ભાવ, દયા, દાન ને વ્રત આદિના વિકલ્પ જે થાય છે તે નિશ્ચયથી જીવનું કર્મ-કાર્ય છે એમ સિદ્ધ થતું નથી; કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com