________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
ન રત્નાકર ભાગ-૯ અપેક્ષા નથી. ગૌતમ ગણધરની ઉપસ્થિતિ હોવી અને વાણીનું છૂટવું એ બન્નેને સમકાળ હોવા છતાં વાણી છૂટી તેને ગૌતમ ગણધરની કોઈ અપેક્ષા નથી.
ભાઈ ! આ તો સિદ્ધ થયેલી વાત છે કે ચૌદ બ્રહ્માંડના અનંત તત્ત્વોને –પ્રત્યેકને પોતાની કમબદ્ધ પર્યાયના કાર્યકાળમાં બીજી ચીજની અપેક્ષા નથી. શું કીધું? બીજી ચીજ હોતી નથી એમ નહિ, પણ બીજી ચીજની અપેક્ષા નથી; અર્થાત્ બીજી ચીજ છે માટે એમાં કાર્ય થયું છે એમ નથી. ગૌતમ ગણધર પધાર્યા માટે વાણી છૂટી એમ નથી. અહો ! ક્રમબદ્ધની આ વાત કરીને આચાર્યદેવે આત્માનો અકર્તાસ્વભાવ સિદ્ધ કર્યો છે. અહા ! છએ દ્રવ્યોમાં જે જે કાર્ય થાય તેનો આત્મા અકર્તા અર્થાત્ માત્ર જ્ઞાતા-દષ્ટા છે.
પરમાણુ-પરમાણુની અને પ્રત્યેક જીવની તેનો સ્વકાળે જે પર્યાય થવાની હોય તે જ થાય. તે તે પર્યાયનો કોઈ બીજો કર્તા નથી અને તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી. અહા! આવું અન્યદ્રવ્યથી નિરપેક્ષ કર્તાકર્મનું સ્વરૂપ હોવાથી જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી.
તત્ત્વાર્થરાજવાર્તિકમાં કાર્યનાં બે કારણની વાત આવે છે; પણ એ તો ત્યાં કાર્ય થાય ત્યારે બીજી ચીજ નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાવવા માટે વાત છે. જુઓ, ભગવાનની વાણી સાંભળીને કોઈ જીવે સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. ત્યાં સ્વદ્રવ્યનો આશ્રય લીધો તે કારણ છે અને સમ્યગ્દર્શન પ્રગટ થયું તે કાર્ય છે. આ પ્રમાણે કર્તા-કર્મ છે અને ભગવાનની વાણી તો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર છે. સમ્યગ્દર્શન થયું તે વાણીનું કાર્ય નહિ તથા વાણીના કારણે તે કાર્ય થયું છે એમેય નહિ. અહા! આમાં કેટકેટલા ન્યાય આપ્યા છે !
-અજીવનું કાર્ય થાય તેનો કર્તા જીવા નહિ. –જીવનું કાર્ય થાય તેના કર્તા અજીવ નહિ, અને
પ્રત્યેક દ્રવ્યના કાર્યમાં અન્ય દ્રવ્યની અપેક્ષા નહિ. ગજબ વાત છે ભાઈ ! આ તો પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય અકાળે પરદ્રવ્યથી નિરપેક્ષ (-સ્વાપેક્ષ) પ્રગટ થાય છે-એમ વાત છે.
શાસ્ત્રમાં આવે છે કે વજવૃષભનારાય સંહનન હોય અને મનુષ્ય ગતિ હોય એને કેવળજ્ઞાન થાય છે. પણ એ તો બહારમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા પૂરતી વાત છે. બાકી વજવૃષભનારાચ સંહનન કે મનુષ્ય ગતિ એ કાંઈ કેવળજ્ઞાનનું કારણ નથી. કેવળજ્ઞાન થવાનું કારણ તો તરૂપે પરિણમેલો જીવ પોતે છે અને કેવળજ્ઞાન તેનું કાર્ય છે, અરે ! સંહનન આદિ તો દૂર રહો, કેવળજ્ઞાન પ્રગટ થાય તેમાં પૂર્વની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com