________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧]
[ ૨૯ નિયમ સમજાવીને આચાર્યદવ અહીં અકર્તાપણું સિદ્ધ કરે છે. શેત્રુંજયના પહાડ ઉપર ચઢતાં એકદમ ઝડપથી પગ ઉપડવાની ક્રિયા થાય ત્યાં આ માને કે તે મારાથી થાય છે તો તે મૂઢ મિથ્યાદષ્ટિ છે; કેમકે આત્માને પરદ્રવ્યની ક્રિયાનું કર્તાપણું નથી.
અહા ! સને અસત માને ને અસને સત્ માને તેને આવી વાત ગળે કેમ ઉતરે ? અને તેને ધર્મ ક્યાંથી થાય?
હા, પણ એને આ સમજાવીએ તો?
સમજાવીએ? કોણ સમજાવે? જે પોતે સમજે તેને બીજો શું સમજાવે? અને જે પોતે ન સમજે તેને પણ બીજો શું સમજાવે? ભાઈ ! બીજો બીજાને સમજાવી દે અને સમજાવવાથી બીજો સમજી જાય એવું વસ્તુસ્વરૂપ જ નથી. સમજ એ અંતરની ચીજ છે અને પોતે પોતાથી સમજે તો ગુરુએ સમજાવ્યું એમ નિમિત્તથી કહેવામાં આવે છે. બાપુ! વીતરાગ પરમેશ્વર તત્ત્વને જે રીતે કહે છે તે રીતે તું નહિ માને તો તને સત્ હાથ નહિ આવે. ગમે તેટલા વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિ કરે પણ એ બધા ફોગટ છે કેમકે એ તો બધા એકલા રાગના જ પરિણામ છે. તેમાંય વળી પરને લઈને મને એ ભાવ થયા એમ માને એ તો નરી મૂઢતા ને અજ્ઞાન છે.
અજ્ઞાનીને ભગવાનની પ્રતિમા દેખી શુભભાવ થાય છે. ત્યાં એના શુભભાવઉત્પાદ્ય અને ભગવાનની પ્રતિમા એનો ઉત્પાદક એમ છે નહિ. ભાઈ ! તારી થતી દશાના કર્તાપણે પરદ્રવ્ય નથી અને પરદ્રવ્યની થતી દશાના કર્તાપણે તું નથી. તું તો અકર્તા છો પ્રભુ! અર્થાત્ માત્ર જાણનારપણે છો. ખરેખર પરનું કાર્ય અને રાગનું કાર્ય થાય તેનો કર્તા જીવ નથી કેમકે જીવ કાંઈ રામસ્વરૂપ નથી, જીવ તો એકલા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે.
અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. તે પોતાની નિર્મળ ચૈતન્યની પર્યાયપણે ઊપજે એવો કારણ-કાર્યભાવ અથવા કર્તાકર્મભાવ અભેદ છે. આત્મા કર્તા અને એના શુદ્ધ રત્નત્રયના વીતરાગી પરિણામ એનું કર્મ-એમ કારણકાર્યભાવ અભેદ છે. આમ જીવ પોતાના નિર્મળ વીતરાગી કાર્યપણે ઉપજતો હોવા છતાં તેને અજીવ સાથે કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી. લ્યો, શું કહ્યું? કર્મના ક્ષય, ઉપશમ આદિ અજીવ સાથે જીવને કાર્ય-કારણભાવ નથી. પર જીવને મારી શકે, જીવાડી શકે, દાળ, ભાત, રોટલીશાક, દવા-દારૂ, કપડાં-લતા ઇત્યાદિ પર પદાર્થનું કાર્ય જીવ કરે એવો કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. ખેડૂત હળ હલાવે, મજુર પાકને લણે, વેપારી સોનું-ચાંદી, ઝવેરાત ઇત્યાદિનો વેપાર કરે ઇત્યાદિ જડદ્રવ્યમાં નીપજતાં જડનાં કાર્યો જીવ કરે એવો પરદ્રવ્ય સાથે જીવને કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. લ્યો, આવી વાત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com