________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૮ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૯
આ શરીર છે તે અનંતા રજકણોનો પિંડ છે. આ કાંઈ એક ચીજ નથી; તેમાં એક રજકણ બીજા રજકણનું કાર્ય કરે એવું વસ્તુસ્વરૂપ નથી; ભગવાને એવું જોયું નથી, અને ભગવાને એવું કહ્યુંય નથી. ભાઈ! વીતરાગ ૫૨માત્માએ કહેલું સતનું સ્વરૂપ લોકો માને છે એનાથી જુદી જાતનું છે. આ મારગડા જુદા ભગવાન! પ્રત્યેક દ્રવ્યની જે તે અવસ્થા જે તે કાળે થાય છે તે તે દ્રવ્યનું કાર્ય છે, બીજું દ્રવ્ય તેનું કારણ વા ઉત્પાદક થાય એમ છે જ નહિ.
‘સર્વદ્રવ્યાનાં દ્રવ્યાન્તરેળ સહોત્પાદ્યોત્સાવભાવમાવાત્' -આ પાઠ છે. છે કે
નહિ ?
હા છે, પણ નિયમસારમાં તો કાળદ્રવ્ય વિના ( કોઈ દ્રવ્યના ) પરિણામ ન હોય એમ કહ્યું છે.
સમાધાનઃ- ત્યાં તો કાળદ્રવ્યને સિદ્ધ કરવા એ વાત કરી છે, ત્યાં કાંઈ દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. વાસ્તવમાં તો દ્રવ્યત્વગુણના કારણે પ્રત્યેક દ્રવ્યમાં નિરંતર સહજ જ પરિણમન થતું હોય છે. પરિણમન એ દ્રવ્યનો સહજ સ્વભાવ છે. તેથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય જે જે પરિણામ થાય તે તે દ્રવ્યનું ઉત્પાદ્ય છે અને તે દ્રવ્ય તે તે પરિણામોનું ઉત્પાદક છે, પણ કાળદ્રવ્ય કે અન્ય દ્રવ્ય તે તે પરિણામોનો ઉત્પાદક છે એમ છે જ નહિ, અન્ય દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત હો, નિયમરૂપ નિમિત્ત છે તેથી ‘ કાળદ્રવ્ય વિના પરિણામ ન હોય' એમ ત્યાં કહ્યું છે, પણ કાળદ્રવ્ય અન્ય દ્રવ્યોના પરિણામોનું ઉત્પાદક છે માટે કહ્યું છે એમ નથી. સમજાણું કાંઈ... ?
ભાઈ ! આ તો ભગવાને જેવું સ્વરૂપ ભાળ્યું તેવું ભાખ્યું છે. ભાખ્યું છે એ તો નિમિત્તથી કહેવાય, બાકી વાણીનું કાર્ય ક્યાં ભગવાનનું છે? એ તો ભાષાવર્ગણાના પરમાણુઓ, તે કાળે ભાષારૂપે પરિણમવાનો કાળ હતો તો તે-રૂપે પરિણમી ગયા છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું, ને વાણી ૬૬ દિવસ સુધી ન છૂટી. તે વાણી છૂટવાનો ત્યાં કાળ ન હતો માટે વાણી ન છૂટી. અષાડ વદી ૧ ના દિને વાણી છૂટવાનો કાળ હતો તો ત્યારે વાણી છૂટી. બાપુ! આ તો ૫૨માણુઓની અવસ્થાઓ જે સમયે જે થવાની હોય
તે ત્યાં થાય છે. તે ભાષાની પર્યાયનો કર્તા વા કા૨ણ આત્મા નથી.
બહારથી ઈશ્વર કર્તા નથી એમ માને પણ શરીરની પર્યાયનો કર્તા હું છું એમ માને તો એ તો મૂઢપણું છે. જેમ ઈશ્વર કર્તા નથી તેમ અંદર આ પરમેશ્વર પ્રભુ આત્મા
છે તે પણ પ૨ની પર્યાયનો કર્તા નથી. તેવી રીતે કોઈ પણ દ્રવ્ય અન્યદ્રવ્યની પર્યાયનો કર્તા ત્રણકાળમાં નથી. પ્રત્યેક દ્રવ્યની તે તે સમયે થતી તે તે પર્યાય સ્વતંત્ર છે અને તે પર્યાય તે નિયત સમયે જ થાય છે, બીજા સમયે નહિ એમ ક્રમબદ્ધનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com