________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧]
| [ ૨૭ કારણ એમ બની શકતું નથી. જુઓ માટીમાંથી ઘડો થાય છે. ત્યાં ઘડો છે તે માટીનું ઉત્પાદ્ય એટલે કાર્ય છે તથા માટી તેનું ઉત્પાદક એટલે કારણ છે. પરંતુ કુંભાર ઘડાનો ઉત્પાદક અને ઘડો કુંભારનું ઉત્પાધ- એમ છે નહિ.
જુઓ, બીજા જીવની દયા પાળવાનો આને ભાવ થયો અને ત્યાં બીજા જીવની રક્ષા થઈ. બીજા જીવની રક્ષા અર્થાત્ એના આયુનું અને દેહનું ટકી રહેવું થયું તે કાર્ય થયું. અહીં કહે છે તે કાર્યનો કર્તા આ જીવ નથી. પર જીવની રક્ષા થઈ તે આ જીવનું કાર્ય અને આ જીવ તે કાર્યનું કારણ એમ છે નહિ. બીજાના દયાના ભાવના કારણે બીજા જીવની દયા પળે એમ ત્રણકાળમાં છે નહિ. ભાઈ ! આવું જૈન તત્ત્વ અતિ ગંભીર છે.
ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયાં છે. જાતિ તરીકે છે છે: જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અનંતા, પુદ્ગલ અનંતાનંત, ધર્મ, અધર્મ, ને આકાશ એકેક અને અસંખ્ય કાલાણુઓ છે. તે સર્વ દ્રવ્યોને પોતાના સિવાયના અન્યદ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદકભાવનો અર્થાત્ કાર્ય-કારણભાવનો અભાવ છે. જીવ ગતિ કરે તે એનું ઉત્પાદ્ય-કાર્ય છે અને જીવ તે કાર્યનું ઉત્પાદક કારણ છે; પણ ધર્માસ્તિકાય દ્રવ્ય એનું કારણ થાય એમ છે નહિ. ઉત્પાધિ પર અને ઉત્પાદક પર-એમ કદી હોતું નથી.
હા, પણ જીવ ગતિ કરે ત્યાં ધર્માસ્તિકાયને સહાયક કહેલ છે.
ભાઈ ! ત્યાં સહાયક એટલે નિમિત્તમાત્ર બસ. સહાયક એટલે સાથે રહેલી બીજી ચીજ. સહાયક એટલે પરના કાર્યનો ઉત્પાદક એમ નહિ. ધર્માસ્તિકાય કાંઈ જીવની ગતિનો વાસ્તવિક ઉત્પાદક છે એમ નહિ. સમજાણું કાંઈ...?
આ વાણી જે બોલાય તે વાણીનું ઉત્પાદ્ય-કાર્ય છે, વાણી (વચનવર્ગણા) તેનો ઉત્પાદક છે, પણ હું બોલું એવો જીવનો જે રાગ ભાવ તે કાળે થયો તે તેનો ઉત્પાદક છે જ નહિ. પરમાં કાર્ય થાય તે ઉત્પાધ અને આત્મા તેનો ઉત્પાદક એવું ત્રણકાળમાં છે નહિ. કાર્ય-કારણ નિયમથી અભિન્ન હોય છે. આ લાકડી આમ ઊંચી થાય તે ઉત્પાધ નામ કાર્ય છે. તે લાકડીનું (લાકડીના પરમાણુઓનું) કાર્ય છે, પણ આંગળી તેનો કર્તા છે, વા આ જીવ તેનો કર્તા છે –એમ છે નહિ. આવો મારગ, અલૌકિક ભાઈ !
આ ભગવાનની પ્રતિમાની અહીં સ્થાપના થઈ તે કાર્ય છે. તે પરમાણુનું ઉત્પાદ્ય છે; જોડે તેવા રાગવાળો જીવ નિમિત્ત છે (નિમિત્ત-પરવસ્તુ છે એનો નિષેધ નથી), પણ તે તેનો ઉત્પાદક છે વા તેનું કારણ થાય છે એમ નથી. આ તો મહાસિદ્ધાંત છે ભાઈ ! શરીર અને ઇન્દ્રિયોની ચેષ્ટા જે થાય તે કાર્ય જડનું જડથી થાય છે, તેમાં અજ્ઞાનીનો જે રાગ તે કારણ છે, ઉત્પાદક છે એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com