________________
Version 001: remember fo check htîp://www.AtmaDharma.com for updates
૩૦ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૯
જીવ પોતાના પરિણામનું કાર્ય કરે અને ભેગું પ૨ના પરિણામ કરવાનું કાર્ય પણ કરે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી.
જીવ પોતાના પરિણામને કરે, પણ અજીવના નહિ. આ રાગભાવ જે થાય છે તે ખરેખર તો અજીવ છે. તેથી જીવ પોતાના જ્ઞાતાભાવે પરિણમે-ઉપજે એ તો ઈષ્ટ જ છે. પરંતુ શુભાશુભ પરિણામે ઉપજે તે કાંઈ એનું સ્વરૂપ નથી. કળશટીકામાં કળશ ૧૦૮ માં પં. શ્રી રાજમલજીએ કહ્યું છેઃ- “ અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ કે- વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થનું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.”
તો શું સમકિતીને કે મુનિરાજને શુભભાવ હોતો જ નથી ?
હોય છે ને, સમકિતી ને મુનિરાજનેય શુભભાવ હોય છે, પણ એ છે દુષ્ટ, અનિષ્ટ અને ઘાતક; કેમકે તે સ્વભાવની નિરાકુળ શાંતિનો ઘાત કરે છે. ભાઈ! શુભરાગ હોય એ જુદી વાત છે અને એને હિતનું કારણ જાણી કર્તવ્ય માને એ જુદી વાત છે. પ્રથમ અવસ્થામાં કે સાધકની દશામાં પુણ્યભાવનો ક્ષય સર્વથા ભલે ન થાય, પણ એ ભાવ ક્ષય કરવાલાયક છે એવી ષ્ટિ તો ચોથે ગુણસ્થાનેથી જ એને હોય છે. એનો ક્ષય તો શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, પણ એ ક્ષય કરવાલાયક છે એવું શ્રદ્ધાન તો સમકિતી ધર્માત્માને પહેલેથી જ નિરંતર હોય છે.
અજ્ઞાનીને એકાંતે કર્મધારા હોય છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે; જ્યારે સાધકને બેઉ ધારા સાથે હોય છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનધારા અને શુભાશુભભાવના પરિણામરૂપ કર્મધારા-એમ એ બન્ને જ્ઞાનીને સાથે હોય છે. પણ ત્યાં કર્મધારા છે તે બંધનું જ કારણ છે અને જ્ઞાનધારા જ એક અબંધનું કારણ છે. તેથી તો કહ્યું કે-ક્રિયારૂપ ચારિત્ર વિષય-કષાયની માફક નિષિધ છે. ચારિત્રભાવમાં અંશે અશુદ્ધતા ભલે હો, પણ દષ્ટિમાં-શ્રદ્ધાનમાં તો તેનો નિષેધ જ છે. દૃષ્ટિમાં શુભભાવને આદરવા લાયક માને તો એ તો મિથ્યાદષ્ટિ જ છે.
અરે! એને કયા પંથે જવું એની ખબર નથી! પુણ્ય ભલું એમ માની તે અનંતકાળથી પુણ્યના પંથે પડયો છે. પણ બાપુ! એ તો સંસારનો-દુઃખનો પંથ છે. ભાઈ ! ધર્મીને અશુભથી બચવા શુભના-પુણ્યના ભાવ આવે છે પણ તેને ધર્મી પુરુષ કાંઈ ભલા કે આદરણીય માનતા નથી, પણ અનર્થનું મૂળ જાણી હેયરૂપ જ માને છે. પંચાસ્તિકાયમાં પુણ્યભાવને પણ અનર્થનું જ કારણ કહ્યું છે.
શાસ્ત્રમાં એવાં કથન આવે કે પહેલું પાપ ટળીને પછી પુણ્ય ટળે. પણ એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com