________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૬૬ થી ૩૭૧
दंसणणाणचरत्तिं किंचि वि णत्थि दु अचेदणे विसए। तम्हा कि घादयदे चेदयिदा तेसु विसएसु।। ३६६ ।। दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे। तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि।। ३६७।। दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए। तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु।। ३६८।। णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स। ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो।।३६९।।
“જ્ઞાન અને શેય તદન ભિન્ન છે, આત્માના દર્શનશાનચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી' એમ જાણતો હોવાથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી; વળી રાગદ્વેષાદિ જડ વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છે:
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાગો ચરિતનો, ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com