________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ]
[ ૪૦૫ અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત થાય છે. અહો ! ધર્મી પુરુષની આવી અચિંત્ય અલૌકિક ભાવના હોય છે.
- હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી પ્રભુ? અહી તો વ્યવહારરત્નત્રયને પરજ્ઞયમાં નાખી દીધાં છે. અહાહા...! જાણનાર.. જાણનાર... જાણનાર બસ કેવળ જાણવાપણે રહેતાં કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે–એમ વાત છે.
* કળશ ૨૧૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞય શેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે.'
આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે; ને રાગાદિ છે તે જ્ઞાનમાં જાણવાલાયક પરશેય છે. અહીં કહે છે-જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ને ય શેયપણે ન રહે ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે. અહીં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષની વાત છે. માટે, કહે છે, આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ. અહા ! આ જ્ઞાનસ્વભાવી શાશ્વત શુદ્ધ ચિત્માત્ર વસ્તુ તે જ હું છું, રાગાદિ મારાં કાંઈ નથી એવી નિર્મળ દષ્ટિ પ્રગટ થાઓ એમ કહે છે. અહાહા....હું તો શુદ્ધ ચિત્માત્ર આત્મા છું અને આ જણાય છે તે રાગાદિ ને દેહાદિ મારાં કાંઈ નથી. એવી દષ્ટિ પ્રગટ થાઓ કે જેથી જ્ઞાનમાં જે ભાવ-અભાવરૂપ બે અવસ્થાઓ (કંઠ ) થાય છે તે મટી જાય, અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય.
અહા ! મારો સ્વભાવ તો ત્રિકાળ જાણવાપણે જ છે-એમ જ્ઞાન જ્ઞાનરૂપ થાય ત્યારે ધર્મી પુરુષને રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. આ રીતે રાગદ્વેષ મટી જાય અને
રૂપની એકાગ્રતાની ભાવના દ્વારા જ્ઞાન પૂર્ણસ્વભાવને પ્રાપ્ત થાય એવી ધર્મી પુરુષની ભાવના હોય છે. ધર્મી પુરુષને અસ્થિરતાનો કિંચિત રાગ થતો હોય છે પણ તેનો તે જ્ઞાતા જ રહે છે અને ક્રમે કરીને જ્ઞાનસ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થ વડે તેનો પણ તે અભાવ કરી પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રાપ્ત થઈ જાય છે. લ્યો, આવી વાત છે.
(પ્રવચન નં. ૪૦૮ થી ૪૫૯ * દિનાંક ૪-૮-૭૭ થી ૧૨-૧૦-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com