________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૨ ]
ચન રત્નાકર ભાગ-૯ મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. અરે ભાઈ ! સ્વદ્રવ્યનો આશ્રય કર્યા વિના સમ્યગ્દર્શન-શાન થતાં જ નથી.
અહીં કહે છે-આત્મા કદીય રાગરૂપ થતો નથી ને રાગ કદીય આત્મારૂપ થતો નથી. તેનું દષ્ટાંત કહે છે
ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી; પૃથ્વી તો પૃથ્વી જ રહે છે અને ચાંદની ચાંદની જ રહે છે. ચાંદની પૃથ્વીને અડતી જ નથી, ને પૃથ્વી ચાંદનીને અડતી જ નથી. તેમ, કહે છે, જ્ઞાન યને જાણે છે તોપણ જ્ઞાન શેયનું જરા પણ થતું નથી. ભાઈ ! આ પંચમહાવ્રતના પરિણામ થાય તે રાગ છે; જ્ઞાન તે રાગને જાણે છે, પણ જ્ઞાન રાગરૂપે થતું જ નથી. જ્ઞાન રાગને અડતું જ નથી અને રાગ જ્ઞાનને અડતો જ નથી.
અરે! જીવો પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ સુખધામ પ્રભુ આત્મા છે તેને ભૂલીને પુણ્ય-પાપની પ્રવૃત્તિમાં રોકાઈ પડ્યા છે. પરંતુ પુણ્ય-પાપના ભાવ વાસ્તવમાં તો પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી; ભગવાન આત્માની એ ચીજ નથી. ભગવાન આત્માનો સહુજ જાણગસ્વભાવ છે તેથી તે પુણ્ય-પાપ આદિ ભાવોને જાણે છે, પણ તેથી કાંઈ પુણ્ય-પાપ આદિ ભાવ જ્ઞાનરૂપ-આત્મરૂપ થઈ જતા નથી. ભગવાન આત્મા ને રાગાદિ પદાર્થો ભિન્ન જ રહે છે, કદી એકરૂપ થતા નથી. વાસ્તવમાં રાગ મારો સ્વભાવ છે એમ માનીને જીવ મિથ્યાત્વ આદિ અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન કરે છે અને તે એને ચારગતિમાં પરિભ્રમણનું કારણ થાય છે.
કહે છે- “આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે યોનો પ્રવેશ નથી.'
અહાહા...! જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવાયોગ્ય શય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં તે શયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને તે રાગ જ્ઞાનરૂપે થતો નથી. જ્ઞાનમાં શેય કદી પ્રવેશતું નથી, ને જ્ઞાન જ્ઞયમાં કદી પ્રવેશતું નથી.
રાગદ્વેષની ઉત્પત્તિ મિથ્યાદષ્ટિને જ થાય છે એમ અહીં કહેવું છે. સમ્યગ્દષ્ટિને કિંચિત્ રાગ (અસ્થિરતાનો) હોય છે, પણ તેને અહીં ગૌણ ગણીને જ્ઞાનસ્વભાવ જાણવાદેખવામાત્ર કામ કરે છે એમ કહે છે. સમ્યગ્દષ્ટિને જરી રાગ થાય છે અને તેની જરી આકુળતા પણ થાય છે, પણ તેને તે જ્ઞય તરીકે જ્ઞાનમાં જાણે છે. લ્યો, આ પ્રમાણે જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com