________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ]
[ ૪૦૩
રાગને, સંયોગને જાણે છે, પણ જ્ઞાન તે-રૂપે થતું નથી, વળી જ્ઞાનમાં શૈયોનો પ્રવેશ નથી, અર્થાત્ જ્ઞેયો જ્ઞાનરૂપે થતા નથી. અહીં દષ્ટિપ્રધાન વાત છે. બાકી જ્ઞાનીને જે કિંચિત્ રાગદ્વેષના વિકલ્પ થાય છે એટલું વેદન પણ છે, પણ એ વાત અહીં નથી. સમજાણું કાંઈ....?
હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ
* કળશ ૨૧૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
તાવત્ રા—દેવ-દયમ્ 'યતે' ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે (ઉત્પન્ન થાય છે) ‘યાવત્ પુતત્ જ્ઞાનમ્ જ્ઞાનમ્ ન ભવતિ' કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ‘પુન: વોધ્યક્ વોઘ્યાન્ ન યાતિ' અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે.
અહાહા....! શું કહે છે? કે ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા ઊભી રહે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અર્થાત્ જ્ઞાન સમ્યજ્ઞાન ન થાય. ઝીણી વાત છે પ્રભુ! આત્મા જાણગસ્વભાવી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા ! આવા નિજસ્વરૂપની જેને અંતર્દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, કહે છે, રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી; કેમકે જ્ઞાનરસથી ભરેલી પોતાની વસ્તુમાં રાગદ્વેષ નથી.
ધર્માત્માને કમજોરીવશ કિંચિત્ રાગાદિ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રગટ જ્ઞાનસમ્યગ્નાન તેની સાથે એકમેક થતું નથી. જ્ઞાન તેને બીજી ચીજ છે, ૫૨જ્ઞેય છે એમ જાણે જ છે બસ; અર્થાત્ જ્ઞાન રાગરૂપ થતું નથી ને રાગ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....!
અહાહા...! કહે છે-ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે ન રહે અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. અહા! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે, આ શરીરાદિ પદાર્થો મારા છે, શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભભાવો તે જ્ઞેય છે, પજ્ઞેય છે; તે તારાં કેમ થઈ જાય ? એને તું શેયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે શેયો શૈયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. અહાહા.... ! સમ્યગ્દષ્ટિ ધર્મી પુરુષને સમ્યજ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે, તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ઘ સંસાર રહ્યો નથી. આવું ! સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com