________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ ]
[ ૪૦૧ તો જ્ઞાનીને પણ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે?
હા, આવે છે; પણ તેને રાગનું સ્વામિત્વ હોતું નથી. રાગ રાગના કારણે થાય છે તેને તે માત્ર જાણે જ છે બસ, તેનું જ્ઞાન રાગથી લિસ થતું નથી. જ્ઞાનીને નિરંતર રાગથી ભિન્નપણાનું ભેદજ્ઞાન વર્તે છે. તે રાગને પોતાની સ્વપર-પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં ભિન્નરૂપે જાણે છે.
રાગથી મને લાભ થાય અને રાગથી મને જ્ઞાન થાય એમ માનનાર રાગ સાથે અભેદપણું કરે છે અને તેથી તે મિથ્યાષ્ટિ છે. ભાઈ ! આ તો વાતે વાતે ફેર છે. વાસ્તવમાં જીવ જ્ઞાન અને આનંદથી ભરેલો પૂર્ણાનંદ પ્રભુ છે એમ અંતરમાં સ્વીકાર કરવો તે જીવનું જીવન છે અને તેનું જ નામ જીવ-દયા છે. તેનું જ નામ જૈન ધર્મ છે. બાકી રાગની ઉત્પતિ થવી તે જીવનું જીવન નથી કેમકે રાગને ને જીવને એકપણું નથી. આવી વાત! સમજાણું કાંઈ....? આ પ્રમાણે જ્ઞાન શયને સદા જાણે છે તોપણ જ્ઞય જ્ઞાનનું થતું જ નથી.
* કળશ ૨૧૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરાપણ થતી નથી, તેમ જ્ઞાન શયને જાણે છે પરંતુ શેય જ્ઞાનનું જરા પણ થતું નથી.'
શું કહે છે? કે શુદ્ધનયની દૃષ્ટિથી અર્થાત્ ભૂતાર્થદષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્યદ્રવ્યરૂપે થતો નથી. ભાઈ ! આ તો મૂળ વાત છે. જે આ આત્મા છે તે અને જડ પરમાણુ-કર્મ-નોકર્માદિ છે તે ભિન્ન ભિન્ન ચીજ છે, કોઈ કોઈનામાં પ્રવેશતું નથી. આત્મા છે તે પરદ્રવ્યમાં પ્રવેશતો નથી, ને શરીરાદિ પરદ્રવ્યો આત્મામાં પ્રવેશતાં નથી. આત્મા જડ શરીરરૂપ અને જડ શરીર આત્મારૂપ ત્રણકાળમાં થતાં નથી; શરીર શરીરરૂપે ને આત્મા આત્મારૂપે જ સદા રહે છે. તેથી આત્મા શરીરનું કાંઈ કરી શકે કે શરીર આત્માનું કાંઈ કરી શકે એ કદીય સંભવિત નથી. આ વાણી કાને પડે છે ને? તે વાણીથી જ્ઞાન થાય છે એમ કદાપિ નથી, કેમકે પરના સંબંધથી જ્ઞાન થતું નથી. પરંતુ જ્ઞાન સ્વરસથી જ જ્ઞાનપણે ઉત્પન્ન થાય છે.
અરે ! પોતાની ચીજ શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ છે. તેનો એણે કદીય આશ્રય લીધો નહિ! પરદ્રવ્યનો-દયા, દાન, વ્રત આદિ રાગનો-આશ્રય એણે લીધા કર્યો, પરંતુ એનાથી તો અજ્ઞાન જ ઉત્પન્ન થયું. આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com