________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪00 ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ એ સઘળો વ્યવહાર રાગ છે બાપા! એ ધર્મ નહિ, ધર્મનું કારણ પણ નહિ. ગૃહસ્થદશામાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિ હોય છે ભાઈ ! પણ એ ધર્મ નથી એમ વાત છે.
અહીં કહે છે- એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે વાસ્તવમાં કોઈ સંબંધ નથી. પરમાર્થે એક તત્ત્વને અન્ય તત્ત્વ સાથે સંબંધ નથી. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વચૈતન્યતત્ત્વ છે, ને દયા, દાન, વ્રત આદિ આસ્રવ તત્ત્વ છે, તથા શરીર આદિ અજીવ તત્ત્વ છે. અહીં કહે છે-એક તત્ત્વને બીજા તત્ત્વ સાથે સંબંધ નથી, અર્થાત્ એક તત્ત્વ અન્ય તરૂપ થતું નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યતત્ત્વ આગ્નવરૂપ કે શરીરાદિ અજીવરૂપ થતું નથી અને રાગાદિ તથા શરીરાદિ છે તે ચૈતન્યરૂપ થતાં નથી. ભાઈ ! ભાષા તો આમ સાદી છે, પણ ભાવ તો જે છે તે ગંભીર છે. હવે દષ્ટાંત કહે છે-જેમ
‘ષોત્સારૂપ મુવં સ્નપતિ' ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્વળ કરે છે “ભૂમિ: તસ્ય ન વ સ્તિ' તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; “જ્ઞાનું ઝેય સવા વયતિ' તેવી રીતે જ્ઞાન શેયને સદા જાણે છે ‘શેયં મરચ પ્તિ થવ' તોપણ જ્ઞાન જ્ઞયનું થતું જ નથી.
જોયું? ચાંદની પૃથ્વીને ધોળી–ઉજ્વળ કરે છે તોપણ પૃથ્વી ચાંદનીની અર્થાત ચાંદનીરૂપ થતી જ નથી, વળી ચાંદની પણ પૃથ્વીરૂપ થતી જ નથી. તેવી રીતે જ્ઞાન શયોને સદા જાણે છે તોપણ જ્ઞાન શયનું અર્થાત્ શેયરૂપ થતું જ નથી અને જ્ઞયો કદીય જ્ઞાનરૂપ થતા જ નથી. શું કીધું? જ્ઞાન શરીર, મન, વાણી, પુષ્ય, પાપ ઇત્યાદિ પદાર્થોને જાણે છે તોપણ જ્ઞાન તે તે પદાર્થોરૂપ થતું નથી, અને તે શરીરાદિ પદાર્થો જ્ઞાનરૂપ થતા નથી. ભાઈ ! દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન તત્ત્વોને ભેળસેળ કરી એક માનવા તે મિથ્યાત્વ છે.
અહાહા...! પોતે શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છે. તેને ભૂલીને દયા, દાન આદિ રાગરૂપ વિકલ્પોમાં રોકાઈ રહે તે મિથ્યાદષ્ટિ છે. અહા ! પોતાનો શુદ્ધ ચૈતન્યસત્તાનો અસ્વીકાર કરીને દેહાદિનો ને રાગનો જે સ્વીકાર કરે છે તે જીવ મૂઢ અજ્ઞાની છે, આત્મઘાતી છે; કેમકે તેણે પોતાનો ઈન્કાર કરીને પોતાની જ હિંસા કરી છે. અરે ! એણે કદીય પોતાની દયા કરી નહિ! પોતાની ચીજ સદા જ્ઞાતા-દષ્ટાસ્વભાવથી ભરી છે તે હું છું એમ પ્રતીતિ કરવી તે સ્વદયા છે. પોતાને દેહવાળો ને રાગવાળો માનવો તે સ્વ-હિંસા છે. બીજાની દયા પાળવાની ક્રિયા તો કોઈ કરી શકતો નથી, કેમકે પરદ્રવ્ય સ્વતંત્ર છે, પરદ્રવ્યમાં પરદ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી. પરંતુ પારદ્રવ્યની દયા પાળવાનો ભાવ આવે તે રાગ છે અને રાગ છે તે હિંસા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com