________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬૫ ]
[ ૩૬૩ ભાઈ ! સમકિત વિના તારાં સઘળાં વ્રત, તપ જૂઠાં છે; ભગવાને એને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. ભાઈ ! વ્રત, તપ આદિમાં અને ભેદ-વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી.
આ રીતે અહીં એમ બતાવ્યું કે - ૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધા છે –એ વ્યવહાર કથન છે; ૨. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધા છે –એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ - વ્યવહાર છે; ૩. દર્શક દર્શક જ છે –એ નિશ્ચય છે.
પોતે અભેદ એકરૂપી દાસ્વભાવી ભગવાન છે તેની દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય પર-નિમિત્તથી, રાગથી કે ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. આવી વાત! હવે કહે છે
“વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દષ્ટાંત-દાર્ટીતથી કહ્યું) એવી જ રીતે અપોહક (યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છે
આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્રેય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, શ્વેત કરનારી ખડી, ચેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? –એમ તે બન્નેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે - જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ
જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; –આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંતઆદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીનાં સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંતઆદિની નથી.' હુવે કહે છે:
(આગળ વિચારીએ.) “ જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.' હવે કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com