________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ “જેમ આ દષ્ટાંત છે તેમ આ (નીચે પ્રમાણે) દાષ્ટત છે.” દાષ્ટત એટલે કે સિદ્ધાંત આ નીચે પ્રમાણે છે:
“આ જગતમાં જે ચેતયિતા છે કે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોનસ્વરૂપ ( ત્યાગસ્વરૂપ) સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું અપોહ્ય (ત્યા, ત્યાગવાયોગ્ય પદાર્થ ) છે.'
જાઓ, આ શું કહ્યું? કે જ્ઞાનદર્શનગુણનો પિંડ એવા ભગવાન આત્માનો પરના અને રાગના ત્યાગસ્વરૂપ સ્વભાવ છે. અહાહા.! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના-રાગના અભાવસ્વભાવરૂપ છે. અહા ! રાગ કરવો એ તો નહિ, રાગનો ત્યાગ કરવો એય આત્મામાં નથી. ભાઈ ! કોઈ પરનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. અહીં કહે છે-પરનાં ગ્રહણ–ત્યાગ એ આત્માનો સ્વભાવ નથી; જડ ૨જકણોને ગ્રહવાં-છોડવાં એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. સમજાય છે કાંઈ....?
અહીં તો વિશેષ વાત આ છે કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. ભાઈ ! અહીં ચારિત્રની વાત ચાલે છે. અરે ! ચારિત્ર કોને કહેવું એ લોકોને ખબર નથી. કહે છે કે-આત્મા પરના અને રાગના ત્યાગરૂપ (અભાવરૂપ) સ્વભાવવાળું દ્રવ્ય છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાં રહી? રાગના અભાવરૂપ આત્માનો સ્વભાવ છે જ્યાં, ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? બાપુ! આત્માને રાગનો ત્યાગ કહેવો એ તો નામમાત્ર છે. સમયસાર, ગાથા ૩૪ માં આ વાત આવી ગઈ છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. અને સ્વ ને પરને પર જાણ્યું ત્યાં પરભાવ ઉત્પન્ન થયો નહિ તે જ ત્યાગ છે. આ રીતે (સ્વરૂપમાં) સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન નામ ત્યાગ છે, અને તે જ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ ! જ્ઞાન જ્ઞાનમાં ( જ્ઞાનસ્વભાવમાં ) સ્થિર રહે એ સિવાય બીજો કોઈ ભાવ ચારિત્ર નથી.
કોઈ ઉઘાડા પગે ચાલે, બહારમાં શરીરથી અનેક પરીષહ સહન કરે પણ એ કાંઈ આત્મધર્મ નથી. કળશટીકામાં નિર્જરા અધિકાર, કળશ ૧૪૨ માં કહે છે કે- હિંસા, અમૃત,
તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, મહા પરીષહોનું સહવું–તેના ઘણા બોજા વડે ઘણા કાળ પર્યત મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. આવી વાત!
અહીં કહે છે- ભાઈ ! રાગના ત્યાગરૂપ જ તારો સ્વભાવ છે. અહાહા....! શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપ પ્રભુ તું સદા રાગરહિત વીતરાગસ્વરૂપ જ છો. પછી રાગનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com