________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ કારણ કે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાનો તો પહેલાં જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે એમ સિદ્ધ થયું કે ચેતયિતા પુદ્ગલાદિનો નથી.
અહાહા....! આત્મા જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનસ્વભાવરૂપ પ્રકાશનો પૂંજ પ્રભુ છે. તેની જ્ઞાનની પરિણતિ જેમ પુદ્ગલાદિને જાણે તેમ રાગને પણ જાણે છે. ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનની પરિણતિ રાગને રાગરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? ઝીણી વાત છે પ્રભુ! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેને જ્ઞાનની વર્તમાન-વર્તમાન દશા થાય તે તેના સ્વકાળે પોતાથી થાય છે. તે જ્ઞાનની દશા રાગાદિને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. રાગને આત્મા કરે છે એ વાત તો દૂર રહો, (રાગનો કર્તા થાય એ તો મૂઢ મિથ્યાદષ્ટિ છે), અહીં તો કહે છે-દયા, દાન આદિ રાગને આત્મા જાણે છે એમ કહેવું એ વ્યવહારે છે. ભાઈ ! તારું ચૈતન્યતત્ત્વ રાગથી ભિન્ન છે. તે ભિન્નને જાણવાકાળે તે જ્ઞાનરૂપ-ચૈતન્યરૂપ જ રહે છે, ભિન્ન રાગરૂપ થતું નથી. જે જાણનારો આત્મા રાગને જાણવાકાળે રાગરૂપ થાય તો આત્માનો-સ્વદ્રવ્યનો નાશ થઈ જાય, આત્મા પરરૂપ-જડરૂપ થઈ જાય. પરંતુ દ્રવ્યનો કદીય નાશ થતો નથી કેમકે દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવું નિષિદ્ધ છે, માટે કહે છે-ચેતયિતા પુદ્ગલાદિનો નથી, શરીર, મન, વાણી, કર્મ, રાગ આદિનો આત્મા-ચયિતા નથી. આવી વાત !
આ વાણી સાંભળે છે ને? વાણી બોલાય એ તો જડ છે, તથા વાણી સાંભળીને એનું જ્ઞાન થયું તે જ્ઞાનની દશા છે; એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે, તે કાંઈ વાણીરૂપ કે વાણી સાંભળવાના વિકલ્પરૂપ થતી નથી. જો જ્ઞાનની દશા વાણીરૂપ થાય કે વિકલ્પરૂપ થાય તો તે જડ થઈ જાય, જાણનાર સ્વદ્રવ્યનો-આત્મદ્રવ્યનો નાશ થઈ જાય. પણ એમ બનતું નથી, કેમકે એક દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપ થવું અસંભવ છે. માટે, કહે છે, ચેતયિતા શરીરાદિ પરદ્રવ્યોનો નથી, વિકલ્પનો નથી, વાણીનો નથી. હવે કહે છે
(આગળ વિચારીએ:-) જો ચેતયિતા પગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? કોનો છે?
ચેતયિતાનો જ ચયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા
(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com