________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬૫ ]
[ ૩૫૫
વાળું દ્રવ્ય છે, અને શરીર, મન, વાણી ઇત્યાદિ-પુદ્દગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે આત્માનું શેય છે. વ્યવહારે જ્ઞેય છે એટલે શું? કે ચેતનારો આત્મા તો ચૈતન્યરૂપ-જ્ઞાનરૂપ જ છે અને શરીરાદિ પરદ્રવ્ય શરીરાદિરૂપ જ છે. જ્ઞાન શરીરાદિરૂપ થતું નથી, જ્ઞાન તો શીરાદિને અડતુંય નથી. જ્ઞાન જ્ઞાનસ્વરૂપ રહીને ૫૨શેયોને જાણે છે. લોકાલોકને જ્ઞાન જાણે છે ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે, કાંઈ લોકાલોકરૂપ થતું નથી, વળી લોકાલોક છે તે કાંઈ જ્ઞાનરૂપ થતું નથી. માટે કહ્યું કે પુદ્દગલાદિ ૫૨દ્રવ્ય વ્યવહારે ચેતતયતાનું શેય છે.
જગતના જ્ઞેય પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે. તે જ્ઞાનની પર્યાય જ્ઞેયથી થઈ કે પોતાથી થઈ છે? જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, તે જ્ઞેયથી ઉત્પન્ન થઈ નથી, વળી તે શેયરૂપ પણ થઈ નથી; જો શેયરૂપ થાય તો જ્ઞાનનો નાશ થઈ જાય. એ જ કહે છે કે
‘હવે, જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચૈતયિતા, જ્ઞેય (અર્થાત્ જણાવાયોગ્ય ) જે પુદ્દગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી! એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ વિચારવામાં આવે છેઃ
જો ચેતિયતા પુદ્દગલાદિનો હોય તો શું થાય તે વિચારીએઃ “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;-આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત્ છતો ) હોવાથી, ચેતિયતા જો પુદ્દગલાદિનો હોય તો ચેતિયતા તે પુદ્દગલાદ જ હોય (અર્થાત્ ચેતિયતા પુદ્દગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચૈતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચૈતયિતા પુદ્દગલાદિનો નથી.'
જુઓ, શું કીધું ? કે ચેતિયતા જો પુદ્દગલાદિનો હોય તો ચેતિયતા પુદ્ગલાદિ રૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-એવો પારમાર્થિક સંબંધ છે; જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતિયતા પુદ્દગલાદિનો હોય તો તે પુદ્દગલાદિરૂપ જ હોય, અન્યરૂપ ન હોય. આમ હોતાં, કહે છે, ચૈતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય.
અહાહા...! જેમ સાકર મીઠાશનો પૂંજ છે તેમ ભગવાન આત્મા-ચૈતયિતા પ્રભુ એકલો જ્ઞાનનો પુંજ છે. અહા! આવો ચૈતન્યનિધિ પ્રભુ આત્મા પુદ્દગલાદિ પજ્ઞેયોને જાણે છે તે શેયરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? અહાહા...! આત્માચેતિયતા જ્ઞાનરૂપ રહીને જ પુદ્દગલાદિ જ્ઞેયોને જાણે છે. આત્મા જ્ઞેયરૂપ થાય તો આત્માનો–સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો કદીય થતો નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com