________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૫૬ થી ૩૬પ ]
[ ૩૪૭ વ્યવહારકથન છે; “આત્મા પોતાને જાણે છે” –એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; “જ્ઞાયક જ્ઞાયક જ છે' –એ નિશ્ચય છે.)
વળી ( જેવી રીતે જ્ઞાયક વિષે દષ્ટાંત-દીષ્ટતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છે - આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત–આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, “શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?' –એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે - જો ખડી ભીંત–આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;' –આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિની જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના પરદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત–આદિની નથી. (આગળ વિચારીએ ) જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જાદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જાદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે. જેમ આ દષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દર્ટીત છે:- આ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દશ્ય છે. હવે, “દર્શક (દખનારો અથવા શ્રદ્ધનારો) ચેતયિતા, દશ્ય (દખાવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી?' –એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેજો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;” –આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ). એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ વિચારીએ.) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com