________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮ ]
ચન રત્નાકર ભાગ-૯ -જે દેખવાનું થયું તે પરિણામ છે અને તે જ નિશ્ચયથી કર્મ છે. –તે દેખવાના પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના-જીવના જ છે, અન્યના
નહિ, ચશ્માંના નહિ કે કર્મના પણ નહિ. -પણ એ દેખવારૂપ કર્મ કર્યા વિના કેમ હોય ? ન હોય.
તો એનો કર્તા કોણ? સાંભળ ભાઈ ! જરા ધીરજથી સાંભળ. -પહેલાં અન્ય વિચારરૂપ દશા હતી તે હવે દેખવારૂપ વિલક્ષણ અવસ્થા થઈ તે તે
અવસ્થાનો કાળ છે, તે તેની વર્તમાન યોગ્યતા છે. એ અવસ્થા કાંઈ ચશ્માએ કરી છે કે જડ કર્મે કરી છે એમ છે જ નહિ. ચશ્માં તો તે અવસ્થાને (દેખવારૂપ દશાને ) અડતાંય નથી. અહાહા.! વસ્તુનો પોતે કાયમ રહીને પ્રતિસમય પલટવાનો સહજ જ સ્વભાવ છે. કહ્યું ને કે-વસ્તુની (-પર્યાયની) સદા એકરૂપ સ્થિતિ હોતી નથી. -માટે આ નિશ્ચય છે કે જીવ પોતે જ પોતાના દેખવાના પરિણામરૂપ કર્મનો કર્તા છે, એનો કર્તા ચશ્માંય નથી કે જડ કર્મય નથી. ચશ્માં ને કર્મ તો દેખવાના કાળે નિમિત્તમાત્ર છે. આવી વાત છે. સમજાણું કાંઈ....? નિમિત્તને લઈને દેખવું થાય છે એમ માને એ તો મિથ્યાત્વ છે.
અહાહા....! વસ્તુ સહજ જ દ્રવ્ય-પર્યાયરૂપ છે. તેમાં દ્રવ્ય તો નિત્ય એકરૂપ છે, પણ પર્યાય તો ક્ષણેક્ષણે પલટે છે. દરેક સમયે એક અવસ્થા બદલીને બીજી થાય છે એ વસ્તુનો સ્વભાવ છે. હવે વસ્તુની અવસ્થા બીજી-બીજી થાય છે, વિલક્ષણ થાય છે, ત્યાં નિમિત્ત આવ્યું માટે તે પર્યાય થાય છે એમ નથી. વસ્તુની અવસ્થા પલટે છે તે કાંઈ નિમિત્તને લઈને પલટે છે એમ નથી, બલ્ક અવસ્થાનું પલટવું તે તેનો સહજ સ્વભાવ છે. વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જે થાય છે તે વસ્તુના જ કાર્યભૂત છે, વસ્તુ જ તે તે અવસ્થાઓની કર્તા છે.
ભાઈ ! ધર્મ કેમ થાય એની આ વાત છે. લોકોએ બિચારાઓને આ કદીય સાંભળવા મળ્યું ન હોય એટલે બીજી રીતે માને અને દાન, શીલ, તપ, ઇત્યાદિ બહારમાં કરવા મંડી પડે, પણ એ તો બધો રાગ બાપુ! એનાથી ધર્મ ન થાય, એનાથી જો કષાયની મંદતા હોય તો, પુણ્યબંધ થાય અને એને ભલો જાણે તો મિથ્યાત્વ જ થાય.
તો ચાર પ્રકારે ધર્મ કહ્યો છે ને? દાન, શીલ, તપ, બ્રહ્મચર્ય –એમ ચાર પ્રકાર ધર્મના કહ્યા છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com