________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
[ ૩૨૯ હા, કહ્યા છે; પણ તે આ પ્રમાણે છે હીં
પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે.
પોતાનો શીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતરરમણતાં કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે.
અહાહા...! પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે.
સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ ઇચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. ભાઈ ! આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ થતો હોય છે, તેને સહકારી જાણી ઉપચારથી એને ધર્મ કહીએ છીએ; પરંતુ એવો રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે એવું ધર્મનું સત્યાર્થ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચયસિદ્ધાંત છે; પરદ્રવ્યનું કર્તા પરદ્રવ્ય ત્રણકાળમાં નથી. પરદ્રવ્યનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. આ મૂળ વાત છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે:
* કળશ ૨૧૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સ્વયે –અનંત–શ9િ:' જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ ‘વદિ: યદ્યપિ સુવતિ' અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે તથાપિ –વસ્તુ
પર વસ્તુન: સત્તરમ્ ને વિશતિ' તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી; “યત: સનમ્ વ વસ્તુ સ્વમાવનિયતમ્ ડ્રષ્યતે' કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે.
અહાહા....! શું કહે છે? કે દરેક આત્મા ને પરમાણુ-પરમાણુ અનંત શક્તિથી પ્રકાશમાન છે. ભાઈ ! આ આત્માની જેમ છએ દ્રવ્યો-પ્રત્યેક અનંત શક્તિથી પ્રકાશમાન છે. અહાહા.....! આવી વસ્તુ, કહે છે, જો કે અન્ય વસ્તુની બહાર લોટે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com