________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬ ]
ચન રત્નાકર ભાગ-૯ થાય છે એમ ત્યાં કહ્યું છે; રાગ થવાના કાળે સ્વસમ્મુખતા નથી; બાકી રાગના પરિણામ જે થાય છે તે તો પરિણામી જીવના આશ્રયે થાય છે અર્થાત્ તે પરિણામ જીવની (પર્યાયની) સત્તામાં થાય છે, પરની સત્તામાં થતા નથી એમ અહીં કહેવું છે. વિકાર પર આશ્રયે થાય છે એમ કહ્યું ત્યાં “પરનો આશ્રય” એટલે પરસમ્મુખતા સમજવી; અને વિકાર પરિણામી એવા આત્માના આશ્રયભૂત છે એમ કહ્યું ત્યાં વિકાર આત્માની સત્તામાં થાય છે, પરની સત્તામાં નહિ એમ સમજવું. અહીં કહ્યું ને કેસ: પરિણામિન: વ ભવે,
પરચ ન ભવતિ' પુણ્ય-પાપ આદિ ભાવ પરિણામી એવા જીવના આશ્રયે અર્થાત્ જીવની સત્તામાં થાય છે, તે પરિણામ પરથી વા પરની સત્તામાં થતા નથી.
અહીં તો પરિણામ આત્મામાં આત્માથી જ થાય છે એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહેતાં વર્તમાન પર્યાય તે પરિણામી વસ્તુ-દ્રવ્યના આશ્રયે જ થાય છે. પરિણામનો આશ્રય પરિણામી જ છે, અન્ય નહિ; પરિણામને અન્યદ્રવ્ય કરે એમ નહિ. આવી વાત! અહો! કેવળીના કડાયતીઓ એવા દિગંબર સંતોએ કેવળીના મારગને યથાતથ્ય પ્રસિદ્ધ કરીને જગતને ન્યાલ કરી દીધું છે. આ દુકાને બેઠો હોય ને હું ખૂબ પૈસા કમાઉં એમ વેપારી તૃષ્ણા કરે ને ? એ તૃષ્ણાના પરિણામ, અહીં કહે છે, પરિણામી જીવના (વેપારીના) આશ્રયભૂત છે અર્થાત્ જીવ જ એનો કર્તા છે, અન્ય (કર્મ) નહિ; તથા તે કાળમાં પૈસાધૂળ જે આવે છે, તે તે પુદ્ગલ-રજકણોનું કાર્ય છે, જીવનું (વેપારીનું) નહિ. અહો! પરનું હું કરી શકું છું એવો અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય મટાડનારો આ ગજબનો સિદ્ધાંત સંતોએ જાહેર કર્યો છે.
કહે છે-ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. ગજબ વાત છે ભાઈ ! અહીં તો કહે છે-કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું જ નથી તો તે બીજાનું કર્મ કઈ રીતે કરે ? માટે પરિણામીનું જ પરિણામ છે. એમ તો પરિણામ પરિણામનું છે, પરિણામીનું નહિ. ખરેખર તો પરિણામનો કર્તા પરિણામ પોતે છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પણ અહીં તો પરદ્રવ્યથી ભિન્ન લેવું છે ને? તો કહ્યું કે-પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ; કારણ કે અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો અર્થાત્ અન્યના પરિણામ અન્યદ્રવ્યની સત્તામાં થતા નથી; અર્થાત્ અન્યદ્રવ્યના પરિણામમાં અન્યદ્રવ્ય પ્રવેશતું નથી. આવી વાત ! સમજાય છે કાંઈ....?
હવે કહે છે- ‘રૂદ કર્ન વર્તુશૂન્યમ્ ન ભવતિ' વળી કર્મ કર્યા વિના હોતું નથી, ‘વસ્તુન: તિયા સ્થિતિ: રૂદ ' તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com