________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩૫૫ ]
[ ૩૨૫ આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો );..
આ શું કીધું? કે રાગ-દ્વેષ-મોહના પરિણામ છે તે નિશ્ચયથી જીવનું કર્મ છે કારણ કે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. આ શરીરનું હાલવું-ચાલવું થાય, ભાષા બોલાય–તે પરિણામ છે અને તે નિશ્ચયથી પુદ્ગલ પરમાણુઓનું કર્મ છે; તે જીવનું કાર્ય નથી, જીવથી થયેલું નથી.
જો એમ છે તો મડદું કેમ બોલતું નથી ?
અરે ભાઈ ! તું પૂછે છે કે મડદું કેમ બોલતું નથી ? તો અમે પૂછીએ છીએ કે જીવ ક્યાં બોલે છે? જીવ બોલતો નથી, મડદું પણ બોલતું નથી. તો આ ભાષા કેવી રીતે થાય છે? આ ભાષા બોલાય છે એ તો બાપુ! જડ ભાષાવર્ગણાનું કાર્ય છે. ભાષાવર્ગણા ભાષારૂપે પરિણમી જાય છે, તેમાં શરીરનાં હોઠ, જીભ આદિ તથા જીવનો વિકલ્પ નિમિત્ત હો, પણ તે જીવનું કે શરીરનું કાર્ય નથી; ભાષા બોલાય એ
ભાષાવર્ગણાનું જ કાર્ય છે. મડદાના પ્રસંગમાં ભાષા બોલાય એવી ભાષાવર્ગણાની ત્યાં યોગ્યતા જ હોતી નથી અને તેથી ભાષા પણ બોલાતી નથી. ભાષા બોલાય કે ન બોલાય, મડદું હુલે કે ન હુલે-તે તે કાર્યનો કર્તા તે તે પુદ્ગલો છે, બીજો (–જીવ) તેનો કર્તા નથી. આવી વાત! સમજાય છે કાંઈ....?
અહીં કહે છે-ખરેખર પરિણામ એટલે જે પર્યાય છે તે જ નિશ્ચયથી કર્મ છે. જીવને જે વિકારના પરિણામ થાય તે જ જીવનું કર્મ છે. અહીં અજ્ઞાનીની વાત છે. પરના પરિણામ થાય તે જીવનું કર્મ નથી એમ પરથી ભિન્ન પાડી પરનું કર્તાપણું જે માન્યું છે તે મટાડવાની આ વાત છે.
અહાહા...! કહે છે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. રાગદ્વેષ આદિ પરિણામ જે થાય તે તેના આશ્રયભૂત પરિણામી દ્રવ્ય આત્માના જ પરિણામ છે, અન્યના નહિ. વિકારના પરિણામ થાય તે પોતાના જ આશ્રયભૂત પરિણામ છે. લ્યો આવું!
એક બાજુ એમ કહે કે પરના આશ્રયે જ (સ્વના આશ્રયે નહિ) જીવને વિકાર થાય છે; ગાથા ૨૭ર માં આવે છે કે-પરાશ્રિતો વ્યવહાર, સ્વાશ્રિતો નિશ્ચયઃ'; અને વળી અહીં કહે છે-વિકાર થાય તે આશ્રયભૂત પરિણામી આત્માના જ પરિણામ છે. આ તે કેવી વાત !
ભાઈ ! એ તો રાગ થવાના કાળે જીવનું લક્ષ પર ઉપર જાય છે અર્થાત તેને પરસમ્મુખતા હોય છે એટલે (સન્મુખતાના અર્થમાં) પરના આશ્રયે રાગ-વિકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com