________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ નથી, પણ સતૃષ્ણ રાગી જીવો ત્યાં બધા દુઃખી જ છે. ત્યાં જીવને રાગ થાય તે કાંઈ સામગ્રીને લઈને નથી પણ પોતાના કારણે થાય છે. બહારમાં સામગ્રી પ્રતિકૂળ હોય તો જે દુઃખ થાય તે સામગ્રીને લઈને નથી પણ પોતાના રાગ-દ્વેષના પરિણામનું ફળ જે દુઃખ તે પોતાને પોતાથી થાય છે અને તેનો ભોક્તા જીવ પોતે છે.
જીવને જે રાગના પરિણામ થાય એમાં જીવ અનન્ય છે કેમકે રાગના પરિણામ અને આત્માને એકદ્રવ્યપણું છે. તેવી રીતે તેને રાગનું ફળ જે દુઃખ આવે તેનાથી પણ જીવ અનન્ય છે, તન્મય છે, કેમકે દુ:ખ-પરિણામ અને આત્માને એકદ્રવ્યપણું છે. માટે, કહે છે, પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તાકર્મપણું અને ભોક્તા-ભોગ્યપણું હોવાનો નિશ્ચય છે.
એક બાજુ કહે કે-શુભરાગ છે તે જીવના પરિણામ જીવથી અનન્ય છે અને વળી બીજી બાજુ કહે કે-શુભરાગ છે તે પુદ્ગલના પરિણામ છે, જીવથી અન્ય છે. હવે આમાં સમજવું શું?
સમાધાન- ભાઈ ! જ્યાં જે અપેક્ષાએ વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. શુદ્ધ સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ રાગના પરિણામને અન્ય કહ્યા છે, કેમકે સ્વભાવ ને સ્વભાવની દષ્ટિમાં રાગ નથી; વળી પુદ્ગલકર્મના નિમિત્તે રાગ ઉત્પન્ન થાય છે તેથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
પરંતુ અજ્ઞાની જીવને અનાદિથી સ્વભાવનું ભાન નથી, ને પર્યાયમાં જે રાગ થાય છે તેને કર્મજન્ય માને છે. તેને કહ્યું કે રાગ છે તે તારી પર્યાયમાં થાય છે અને તે પર્યાય તારાથી અનન્ય છે માટે તું એનો કર્તા છો, કોઈ પર એનો કર્તા નથી. પર્યાયમાં અજ્ઞાનીને જે મિથ્યાત્વાદિ પરિણામ થાય છે તેનાથી અનન્ય છે, જુદા નથી. પરદ્રવ્યના પરિણામ જેમ જીવથી અત્યંત ભિન્ન છે તેમ રાગાદિ પરિણામ જીવથી ભિન્ન નથી. તેથી જીવ પોતાના (અજ્ઞાનમય) ભાવનો કર્તા ને પોતાના ભાવનો ભોક્તા છે એ નિશ્ચય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....અહા! આમ સમજીને જીવ જ્યારે અંતઃસ્વભાવની સન્મુખ થાય ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
* કળશ ૨૧૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નનું પરિણામ: gવ નિ વિનિશ્ચયત: વર્મ' ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને ‘સ: પરિણામિન: શવ ભવેત્, પરચ ન મવતિ' પરિણામ પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com