________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૯ થી ૩
[ ૩૧૧ (નર્વત) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत्। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। २११।। ત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે; તેવી રીતે-આત્મા પણ પુણ્યપાપ આદિ જે પુગલદ્રવ્યપરિણામાત્મક (-પુદ્ગલ દ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલ દ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કારણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે સુખદુઃખ આદિ પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.
વળી જેવી રીતે-તે જ શિલ્પી, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (અર્થાત્ કુંડળ આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય ને કર્મફળમય) છે; માટે પરિણામપરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે; તેવી રીતે-આત્મા પણ, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (-રાગાદિપરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય ) છે; માટે પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [નનુ પરિણામ: સ્વ નિ વિનિશ્ચયત: વર્મ] ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને [સ: પરિણામિન: વ ભવેત્, પરફ્યુ ન ભવતિ] પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com