________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૩૦૭ ને જે વાણી નીકળે તે એનું કર્મ –એ અસત્યાર્થ છે. ભગવાનની વાણી–એમ વ્યવહારિક દષ્ટિથી કહીએ, પણ વસ્તુસ્થિતિ એમ નથી. સમજાય છે કાંઈ....?
* કળશ ૨૧૦ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * કેવળ વ્યવહારદષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે.”
આત્માને શરીર, મન, વાણી ઇત્યાદિ પરના કાર્યનો કર્તા કહેવો એ કેવળ વ્યવહારષ્ટિથી જ છે. એને રાગનો કર્તા કહીએ એ પણ વ્યવહારનયથી છે. અજ્ઞાનભાવે આત્મા રાગનો કર્તા તો છે, પણ પરનો કર્તા તો અજ્ઞાનભાવેય જીવ નથી. તથાપિ જેને શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવની અંતર્દષ્ટિ થઈ નથી તે પરનાં કાર્ય કરે એમ વ્યવહારિક દષ્ટિથી કહેવામાં આવે છે. પરનાં કાર્ય જીવ કરે છે- કરી શકે છે એમ નહિ, પણ તે કાળે તે પર્યાયમાં “આ હું કરું” – એમ રાગને કરે છે તેથી અસહૃષ્ટિથી તેને કર્તા કહેવામાં આવે છે. બાકી સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ તો રાગનોય કર્તા નથી ને પરનોય કર્તા નથી; એ તો એને જે શુભાશુભ રાગ થાય તેનો જ્ઞાતા-દષ્ટાપણે જાણનારમાત્ર છે. ઝીણી વાત છે ભાઈ ! જેને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની દષ્ટિ થઈ તે વિકારને કેમ કરે? ન કરે; અને તો પછી પરનાં કાર્ય કરવાનો વ્યવહાર પણ એને કેમ હોય ? ન હોય. ધર્મી તો બધાનો જ્ઞાતા-દષ્ટપણે જાણનાર જ છે. આવી વાત !
નિશ્ચયદષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તાકર્મપણું ઘટે છે. નિશ્ચયથી આત્મા કર્તા અને તેના નિર્મળ ચૈતન્યના પરિણામ થાય તે એનું કર્મ-એમ કર્તાકર્મપણું ઘટે છે; પણ પરની દયા પળાય ત્યાં આત્મા કર્તા ને પરની દયા થઈ તે એનું કાર્ય-એમ કર્તાકર્મપણું વાસ્તવિક છે નહિવ્યવહારદષ્ટિથી કહેવામાં આવે છે. આવું ઝીણું છે બધું. સમજાણું કાંઈ....
(પ્રવચન નં. ૩૮૯ (શેષ) થી ૪૦૧ * દિનાંક ર૬-૭-૭૭ થી ૨૯-૭-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com