________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૩૦૬ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૯ અમને પ્રકાશમાન હો. એમ કે વચ્ચે જરી આ સમયસાર શાસ્ત્રની ટીકા કરવાનો વિકલ્પ થઈ આવ્યો છે, પણ એ અમને પોસાતો નથી. બંધનું કારણ છે ને? તેથી કહે છે -એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપનો જ અનુભવ અમને પ્રકાશમાન હો. અહો ! ધર્માત્મા પુરુષોની આવી કોઈ અલૌકિક ભાવના હોય છે. અમે સ્વર્ગમાં જઈએ અને ત્યાંના વૈભવ ભોગવીએ એવી ભાવના તેમને હોતી નથી.
*
*
*
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૨૧૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘જેવાં વ્યવહારિદ્રશા વ તૃ વ ર્મ વિમિનન્ તે' કેવળ વ્યવહારિક દૃષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; ‘નિશ્ચયેન યવિ વસ્તુ વિન્યતે' નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, ‘તૂં હૈં ર્મ સવા મ્ ષ્યતે' તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે.
જુઓ, આ શું કીધું? કે વ્યવહારિક દૃષ્ટિથી જ એટલે કે અસત્ દષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન કહેવામાં આવે છે. આત્મા કર્તા અને શરીરમાં કામ થાય તે એનું કર્મ એમ ભિન્ન કર્તા-કર્મ અસત્યાર્થ નામ જૂઠી દષ્ટિથી જ કહેવામાં આવે છે. આ બધા એડવોકેટ દલીલ કરે ને કોર્ટમાં ? અહીં કહે છે (એડવોકેટનો ) આત્મા કર્તા ને દલીલ એનું કાર્ય -એમ અસત્ દષ્ટિથી જ કહેવામાં આવે છે, એટલે શું? કે એમ છે નહિ, ભિન્ન કર્તાકર્મ વાસ્તવિક છે નહિ, પણ નિમિત્તની મુખ્યતાથી એમ કહેવામાં આવે છે. ભાઈ! મેં બીજાને સમજાવી દીધા કે દુકાનની વ્યવસ્થા મેં કરી ઇત્યાદિ કહેવું તે વ્યવહારિક દ્દષ્ટિથીઅસદ્ભૂત વ્યવહારથી છે.
નિશ્ચયથી એટલે પરમાર્થ દષ્ટિથી જો વસ્તુને વિચા૨વામાં આવે તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે. આત્મા કર્તા અને એના જે પરિણામ થાય તે એનું કર્મ એમ નિશ્ચયે અભિન્ન કર્તા-કર્મ છે. ભાઈ ! આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત અહીં સંતોએ જાહેર કરી છે.
(
અહાહા....! ઇચ્છા વિના જ ભગવાન કેવળીને વાણી છૂટે છે. તે સાંભળી ભગવાન ગણધરદેવ બાર અંગની રચના કરે છે. તે વાણી અનુસાર આ શાસ્ત્ર રચાયું છે. અધુરી દશામાં આચાર્યવરને વિકલ્પ ઉઠયો કે જગતના દુઃખી જીવો આવો (સત્યાર્થ ) ધર્મ પામીને સુખી થાય, અને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. તેમાં આ કહે છે કે-નિશ્ચયથી અર્થાત્ સત્યાર્થ દષ્ટિથી કર્તા-કર્મ સદા એક ગણવામાં આવે છે, આત્મા કર્તા ને તેનું પરિણામ તે એનું કર્મ છે- આ સત્યાર્થ છે. પણ આત્મા કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com