________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૩૦૫ છે, શુદ્ધ છે, એક છે, ધ્રુવ છે ઇત્યાદિ નયપક્ષના વિકલ્પથી શું સાધ્ય છે? દ્રવ્યસ્વભાવ જે નિત્ય ત્રિકાળી એક ધ્રુવભાવ છે તેનો જ આશ્રય કરવો; કેમકે તે વડે સાધ્યની સિદ્ધિ છે. લ્યો, આવી વાત.
ભાઈ ! વ્યવહાર નય છે, એનો વિષય પણ છે. વ્યવહારનય શ્રુતજ્ઞાનનો એક અંશ-ભેદ છે. પરંતુ તે પર્યાય અને રાગને વિષય કરનારો નય છે, તેથી તે નય જાણીને તેને હેય કરી દેવો અને ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્માને જાણીને તેને ઉપાદેય કરવો, તેનો આશ્રય કરવો. અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદનું દળ છે. તેની સન્મુખ થઈ, તેમાં એકાગ્ર થઈ, તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન અને ધર્મ છે.
આ દેહ છે એ તો માટી–ધૂળ જગતની (બીજી) ચીજ છે; એ કાંઈ તારી ચીજ નથી. આ સાડાત્રણ મણની કાયા છે તે છૂટી જશે એટલે બળશે મસાણમાં, અને એનો રાખનો ઢગલો થશે અને પવનથી ફૂ થઈને ઉડી જશે. બાપુ! એ તારી ચીજ કયાં છે? અને તારે લઈને એ કયાં રહી છે? તારામાં થતી પર્યાય પણ ક્ષણભંગુર છે ને! એક ત્રિકાળી આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. અહીં કહે છે-તેનો આશ્રય કરે તો તારા ભવના દુઃખનો અંત આવશે.
અહા ! તું જમ્યો ત્યારે માતાના ગર્ભમાં નવ માસ ઊંધે માથે રહ્યો. વળી કોઈ કોઈ વાર તો બાર વર્ષ ગર્ભમાં રહીને મરીને ફરી પાછો ત્યાં જ બાર વર્ષ ગર્ભમાં રહ્યો. આ પ્રમાણે ગર્ભની સ્થિતિ ભગવાનના આગમમાં ૨૪ વર્ષની વર્ણવી છે. અહા ! ત્યાં ગર્ભમાં અંધારિયા બંધ મલિન સ્થાનમાં રહ્યો! માતાએ ખાધું તેનો એંઠો રસ ત્યાં ખાઈને રહ્યો. આવા આવા તો ભગવાન! તેં અનંતા ભવ કર્યા. ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં બધું ભૂલી ગયો, પણ ભાઈ ! તારા દુઃખની કથની શું કહીએ? તારે જ એ દુઃખથી છૂટવું હોય તો આચાર્યદવ અહીં કહે છે-અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આનંદનું દળ પડ્યું છે તેની સમીપ જઈ તેનો અનુભવ કર, તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ સહિત ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થશે.
“જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુ માત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો.” જુઓ, આચાર્ય મહારાજ કહે છે કે કેવળ નિર્વિકલ્પ આત્માનો અનુભવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com