________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૩૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
જીવને સંસાર ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. અહીં આનંદના બાગમાં કેલિ કરનાર ભગવાન આચાર્ય અમૃતચંદ્ર કહે છે–ભગવાન! તું ચૈતન્યચિંતામણિ રત્ન છો; તેમાં જ એકાગ્ર થા, તેમાં જ લીન થા અને તેમાં જ ઠરીને નિવાસ કર; તેથી તને આનંદ થશે.
-આત્મા વસ્તુ છે તે દ્રવ્ય છે. (ચૈતન્યચિંતામણિ માળા )
-તેના ચૈતન્યસ્વભાવમય ગુણો છે તે દોરા સમાન કાયમ નિત્ય છે.
-તે ગુણોના ધરનારગુણી એવા આત્માનો, બધા વિકલ્પોને મટાડી દઈ, અંતર્મુખ થઈ અનુભવ કરવો તે પર્યાય છે, તે નિર્મળ પર્યાયને મોક્ષનો માર્ગ કહીએ છીએ.
બાકી વર્તમાનમાં થતા પુણ્ય-પાપના અનુભવની ભાવના તે મિથ્યાત્વ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? -કાંઈ ખબર ન મળે અને કહે- અમે જૈન. પણ બાપુ! વાડાના જૈન તે જૈન નહિ, જૈન તો દ્રવ્યદષ્ટિ વડે સમકિત પ્રગટતાં થવાય છે. આવી વાતુ છે. સમજાણું કાંઈ?
* કળશ ૨૦૯ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ શા માટે કહેવો ? ( આત્માને ) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો.’
6
આત્મા દ્રવ્ય-પર્યાયનું જોડકું છે. શું કીધું? દ્રવ્ય અને પર્યાય-બે મળીને આખી વસ્તુ આત્મા છે. ત્રિકાળ નિત્ય રહેનારી ચીજને દ્રવ્ય કહે છે, અને તેની પલટતી અવસ્થાને પર્યાય કહે છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે. દ્રવ્યરૂપે નિત્ય રહેવું અને પર્યાયરૂપે પલટવું –એ બન્ને તેનું સ્વરૂપ છે. તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ કર્તા-ભોક્તાનો ભેદ છે. જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, અન્ય ભોગવે છે–એમ ભેદ છે. અને ચિન્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી, અભેદ છે. દ્રવ્ય જે એક પર્યાયમાં કરે છે તે જ બીજી પર્યાયમાં ભોગવે છે–એમ અભેદ છે.
અહીં કહે છે–આમ ભેદ-અભેદ હો; ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ ક્યાં છે? ત્યાં તો વસ્તુનો અનુભવ છે. એ જ કહે છે-આત્માને કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. સમયસાર ગાથા ૧૪૩ માં આવી ગયું કે-આત્મા અબદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com