________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
| [ ૨૯૭ બીજા કોઈ અંધોએ– “પૃથ:' બાલિશ જનોએ (બૌદ્ધોએ) – ‘ત્તિ–ઉપાધિ–ઘાત
તત્ર ધિક્કામું શુદ્ધિ મત્વા' કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને ‘તિવ્યાર્ષેિ પ્રપદ્ય' અતિવ્યાતિને પામીને, “શુદ્ધ-ત્રટનુસૂત્રે રસ્તે: ' શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા “ચૈતન્ય ક્ષળિ પ્રવચ' ચૈતન્યને ક્ષણિક કલ્પીને, “સદો gs: માત્મા યુતિ :' આ આત્માને છોડી દીધો; “નિ:સૂત્ર–મુpl-fક્ષમ: હીરવત્' જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
કહે છે? કે કોઈ બાલીશ જનો-અજ્ઞાનીઓ, આત્મા વર્તમાન ક્ષણિક છે તે શુદ્ધ છે, તેને નિત્ય માનીએ તો અશુદ્ધ થઈ જાય-એમ માને છે. કાળની ઉપાધિના કારણે આત્માને નિત્ય માનીએ તો અશુદ્ધતા આવી પડે એમ વિચારીને, ચૈતન્યને ક્ષણિક કલ્પીને તેમણે આ (ત્રિકાળી ધ્રુવ ) આત્માને છોડી દીધો છે.
ખરેખર તો વસ્તુ જે નિત્ય છે તે શુદ્ધ છે. ભગવાન સર્વજ્ઞદેવે જે નિત્ય એકરૂપ વસ્તુ (–આત્મા) જોઈ છે તે અત્યંત શુદ્ધ છે, અને તેનો આશ્રય પામીને વર્તમાન પર્યાય પણ સમકિત આદિ શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. આ વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે. પણ આ કોઈ અંધો-બૌદ્ધમતીઓ એમ કહે છે કે –આત્માને નિત્ય માનીએ તો કાળની ઉપાધિ આવી પડતાં આત્મા અશુદ્ધ થઈ જાય, કેમકે એમ માનવાથી અતિવ્યાતિ દોષ આવી જાય છે. આત્માને એક સમય પૂરતો ક્ષણિક કહ્યો છે ને? તેથી બીજે સમયે તે આત્મા છે એમ માનતાં અતિવ્યામિ દોષ આવી જાય એમ (તે અજ્ઞાનીઓ) કહે છે. આમ આ દોષના ભયથી શુદ્ધ ઋજુસૂત્રનયમાં રત થયા થકા તેઓએ આ આત્માને છોડી દીધો છે. લ્યો, આવી વાત છે.
બહારથી બાયડી-છોકરાં, દુકાન ને ધંધા-વેપાર ઇત્યાદિ છોડી દીધો પણ એણે પર્યાયબુદ્ધિ છોડી નહિ! જે છોડવાનું છે તે છોડયું નહિ ને જે છોડવાનું નથી (છૂટું જ છે.) તે તેને રહ્યું નહિ (કેમકે સંયોગ તો સંયોગના કારણે છૂટી ગયા છે). ભાઈ પરદ્રવ્યને-સંયોગી પદાર્થોને આત્મા ક્યાં છોડ છે? આત્મામાં એક ત્યાગ ઉપાદાનશૂન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્માને પરનો ત્યાગ-ગ્રહણ છે જ નહિ. તથાપિ પરનો ત્યાગ કરું તો મને ધર્મ થાય એમ જો કોઈ માને છે તો તે માન્યતા મિથ્યાત્વ છે, કેમકે પરને ગ્રહવું-છોડવું આત્મામાં છે જ નહિ. રાગને એક સમયની પર્યાયમાં અજ્ઞાનીએ પકડ્યો છે, તેથી રાગને છોડ છે એમ કહીએ; તે પણ કથનમાત્ર હોં, કેમકે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માને ગ્રહતાં રાગાદિ અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી તો એણે રાગને છોડયો એમ કહીએ છીએ, વાસ્તવમાં તો એણે પોતાના ચૈતન્યસ્વરૂપનું ગ્રહણ જ કર્યું છે. પહેલાં રાગ હતો, ચૈતન્યની દષ્ટિ થતાં રાગ ઉત્પન્ન થયો નહિ તો રાગ છોડી દીધો એમ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com