SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ અહો ! જૈન પરમેશ્વરે આવો નિત્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ આત્મા ગાયો છે કે જેના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અજ્ઞાનીની ત્યાં નજર જતી નથી કેમકે એક સમયની પર્યાયમાં જ તેની નજર રમી રહી છે. પરંતુ ધર્મી સમ્યગ્દષ્ટિ પુરુષ છે તેને પર્યાયબુદ્ધિ હોતી નથી. સમયસાર નાટકમાં આવે છે ને કે - “કાહુકે વિરુદ્ધિ નાહિ, પરજાય બુદ્ધિ નાહિ; એ તો આખો છંદ છે લ્યો, - સ્વારથકે સાચે પરમારથકે સાચે ચિત્ત, સાચે સાચે જૈન કહું સાચે જૈનમતી હૈ કાહુકે વિરુદ્ધિ નાહિ પરજાય બુદ્ધિ નાહિ. આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈ સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા; અંતરકી લચ્છીસો, અજાચી લચ્છપતી હૈં; દાસ ભગવંતકે ઉદાસ રહેં જગતસોં. સુખિયા સદેવ ઐસે જીવ સમકિતી હૈ. અહા! સમ્યગ્દષ્ટિ જીવને પર્યાયરૂપ અંશની રૂચિ નથી. અંદર આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભાળ્યાં પછી તે ક્યાં યાચે ? શું યાચે ? અંતરકી લચ્છી સૌ અજાચી લચ્છપતી હૈ” અહાહા...! સ્વસ્વરૂપનું સ્વરૂપલક્ષ્મીનું અંતરમાં લક્ષ થયું તે હવે અજાચી લક્ષપતિ છે. તે ક્યાં યાચે ? તે તો જગતથી ઉદાસીન થયેલો અંતરમાં આનંદના અમતને પીએ છે. લ્યો, હવે આવું ઓલા (બીજા) નિશ્ચય કહીને કાઢી નાખે, પણ ભાઈ ! ભગવાને કહેલું વસ્તુસ્વરૂપ તો આવું જ છે. અરે! વ્યવહારની-પર્યાયની રુચિમાં અજ્ઞાનીઓ લૂંટાઈ રહ્યા છે, અને વળી ત્યાં જ ખુસી થાય છે. પણ ભાઈ ! ભગવાનનો મારગ તો નિવૃત્તિસ્વરૂપ છે. પરથી તો ભગવાન આત્મા નિવૃત્ત જ છે; પરવસ્તુ ક્યાં એમાં ગરી ગઈ છે? પણ પુણ્ય-પાપના ભાવથી રહિત થવું તેનું નામ નિવૃત્તિ છે. ભાઈ ! ભવસિંધુ તરવાનો આ એક જ ઉપાય છે. નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માનો આશ્રય કરીને પુણ્ય-પાપથી નિવૃત્ત થવું એ એક જ સંસાર પાર થવાનો ઉપાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. અહીં કહે છે એક સમયની પર્યાય જેટલો જ આત્મા માનીને અજ્ઞાનીએ ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ ધ્રુવને છોડી દીધો છે. છોડવાની તો પર્યાયબુદ્ધિ હતી, પણ તેને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy