________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ ]
ચન રત્નાકર ભાગ-૯ સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮: મથાળું હવે ગાથાઓમાં અનેકાન્તને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છે:
* ગાથા ૩૪૫ થી ૩૪૮: ટીકા ઉપરનું પ્રવચન * જીવ, પ્રતિસમયે સંભવતા (-દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો- એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે.'
જીવ, પ્રતિસમયે સંભવતા..' , પ્રત્યેક સમયે સંભવતા... અહાહા....! ભાષા દેખો એમ કે પ્રતિસમય જે પર્યાય (નિશ્ચિત) સંભવિત છે તે સંભવે છે, થાય છે-એમ કહે છે. સમજાણું કાંઈ..? આ વિકારી ભાવ કર્મને લઈને થાય છે, વા કર્મ વિકારને કરે છે ને કર્મ ખસી જાય તો ધર્મ થાય એમ જે માને છે તે પર્યાય સત્ છે ને તે પોતાથી થાય છે એમ માનતો નથી. તેને પર્યાય ને દ્રવ્યની સ્વતંત્રતાની ખબર નથી. વાસ્તવમાં દરેક સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે. વસ્તુ ત્રિકાળ નિત્ય છે ને તેની પ્રતિસમય થનારી પર્યાય જે થવાની હોય તે થાય છે. પરને લઈને કે કર્મને લઈને તે થતી નથી. બદલતી નથી. આવી વસ્તુસ્થિતિ છે.
જેમ મોતીનો હાર હોય છે તેમાં હાર છે તે દ્રવ્ય, દોરો તે ગુણ અને જે મોતી છે તે પર્યાયના સ્થાને છે. તેમાં હાર ને દોરો તો કાયમી ચીજ છે, ને મોતીના દાણા તેમાં દરેક ક્રમસર છે. પોતપોતાના નિશ્ચિત સ્થાનમાં રહેલા ક્રમસર છે. પહેલું મોતી, પછી બીજું, પછી ત્રીજું –એમ પ્રત્યેક મોતી નિયત સ્થાનમાં રહેલું ક્રમબદ્ધ છે. તેમ આત્મા ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે, તેના જ્ઞાનાદિ ગુણ નામ શક્તિઓ ત્રિકાળ નિત્ય છે અને તેમાં જે પર્યાયો થાય છે તે પ્રત્યેક સમયે સમયે નિયત ક્રમમાં જે થવાની હોય તે જ થાય છે; કોઈ પર્યાય આગળ-પાછળ થતી નથી. ઝીણી વાત છે. દ્રવ્યમાં જે પર્યાય જે કાળ થવાની હોય તે કાળે તે જ ત્યાં થાય છે. “પ્રતિસમયે સંભવતા...' , એમ ટીકામાં છે ને? એ “સંભવતા' શબ્દનો આ આશય છે. પ્રતિસમય જે પર્યાય થવાની હોય તે જ ક્રમબદ્ધ થાય, તેમાં કોઈ અન્ય ફેરફાર કરી શકે નહિ. આ પ્રમાણે આત્મા પરનો અકર્તા અર્થાત કેવળ જ્ઞાતાદષ્ટા જ છે એમ સિદ્ધ થાય છે.
ભગવાનના જ્ઞાનમાં ત્રણલોક ત્રણકાળ જણાયા છે. પ્રત્યેક, દ્રવ્યની અનાદિ-અનંત ત્રણકાળની ધારાવાહી પ્રગટ થનારી પર્યાયો ભગવાનના કેવળજ્ઞાનમાં જણાઈ છે. એનો અર્થ શું? કે આ શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ઇત્યાદિ સમસ્ત પરદ્રવ્યની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com