________________
[ ર૮૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ] પર્યાયોનો કર્તા આત્મા નથી. પ્રથમ આવી સાચી શ્રદ્ધા સહિત દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરે એનું નામ સમ્યગ્દર્શન છે. ભાઈ ! ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ થયા વિના પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. દ્રવ્ય-દષ્ટિ અને સમ્યગ્દર્શન એ તો ધર્મની પહેલી સીઢી છે. ચારિત્ર તો એ પછીની વાત છે.
અહીં બીજી વાત સિદ્ધ કરવી છે. અહીં કહે છે-આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે, તે ત્રિકાળ છે પણ તેનું વર્તમાન પરિણામ ક્ષણિક છે, તો તે ક્ષણિક પરિણામ દ્વારા, કહે છે, જીવ ક્ષણિક છે અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણદ્વારા જીવ નિત્ય છે. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય ચૈતન્ય. એમ ચૈતન્યના સદશ પ્રવાહરૂપ જે અચલિત ચૈતન્ય તેના દ્વારા, કહે છે, જીવ નિત્ય છે. લ્યો, આવી વસ્તુ! કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે ને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે. એટલે શું? કે પ્રતિસમય પલટતી ને નવી નવી થતી પર્યાયની અપેક્ષાએ જીવ વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી એટલે અચલિત નિત્ય રહેતા ચૈતન્યની અપેક્ષાએ-નિત્ય ગુણની અપેક્ષાએ જીવ વિનાશ પામતો નથી. આમાં પર્યાય શબ્દ ગુણ સમજવા. ભેદ પડ્યો ને? માટે તેને અહીં પર્યાય કહેલ છે. જીવદ્રવ્ય પોતાના ચૈતન્યગુણથી વિનાશ પામતું નથી, શાશ્વત અવિનાશી છે. આમ પર્યાયસ્વભાવ અને ગુણસ્વભાવ –એમ બે સ્વભાવવાળું દ્રવ્ય છે. તેને પર સાથે કાંઈ સંબંધ નથી.
હવે કહે છે- “તેથી “ જે કરે છે તે જ ભોગવે છે” અથવા “બીજો જ ભોગવે છે,” “જે ભોગવે છે તે જ કરે છે” અથવા “બીજો જ કરે છે” –એવો એકાંત નથી.'
શું કીધું? જીવ દ્રવ્યપર્યાયરૂપ નિત્યસ્વભાવ અને અનિત્યસ્વભાવ -એમ બે સ્વભાવવાળો છે. તેથી
જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજો જ ભોગવે છે-એવો એકાંત નથી. તથા
જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજા જ કરે છે એવો એકાંત નથી. ભાઈ ! આ તો હજુ તત્ત્વ કેવું છે તેનો નિર્ણય કરવાની વાત છે તેનો અનુભવ કરવો એ તો પછીની વાત છે. કહે છે-જે કરે છે તે જ ભોગવે છે-એમ એકાંત નથી; અથવા બીજો જ ભોગવે છે એવો એકાંત નથી, કેમકે પર્યાય અપેક્ષાએ કાર્ય કરે છે એક પર્યાય, અને ભોગવે છે. અન્ય પયોય, તથા દ્રવ્ય અપેક્ષાએ જે (દ્રવ્ય ) કરે છે તે જ ભોગવે છે. આમ અનેકાન્ત છે. સમજાય છે કાંઈ....?
જે ભોગવે છે તે જ કરે છે–એમ એકાંત નથી, અથવા બીજો જ કરે છે એવો એકાંત નથી; કેમકે ભોગવે છે અન્ય પર્યાય અને કરે છે અન્ય પર્યાય, તથા દ્રવ્ય અપેક્ષાએ જે (દ્રવ્ય) ભોગવે છે તે જ કરે છે. આમ અનેકાન્ત છે. આવી વાતુ બહુ ઝીણી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com