________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ ]
વચન રત્નાકર ભાગ-૯ માનો. વાસ્તવમાં આત્માની વર્તમાન પર્યાયનો નાશ થઈ એની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, આત્મા તો ત્યાં ત્રિકાળ નિત્ય જ રહે છે. અહા ! આવા નિત્ય ચિદાનંદસ્વરૂપ આત્માની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ ધર્મ છે. ભાઈ ! પ્રથમ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું પડશે; યથાર્થ જાણ્યા વિના દષ્ટિ સાચી નહીં થાય.
* કળશ ૨૦૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * દ્રવ્યની અવસ્થાઓ ક્ષણેક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે “ દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે.” આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે.'
જાઓ, પર્યાયનો-અવસ્થાનો નાશ થતાં આત્માનો-દ્રવ્યનો નાશ માને એ તો અજ્ઞાનીની–બૌદ્ધમતીની જૂઠી કલ્પના છે; કેમકે અવસ્થાવાન દ્રવ્યનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? નવી નવી અવસ્થા જે ક્ષણેક્ષણે થાય છે તેનો આધાર તો નિત્ય દ્રવ્ય છે. હવે દ્રવ્ય જ નાશ પામી જાય તો આધાર નાશ પામતાં પર્યાય પણ કોના આશ્રયે ઉત્પન્ન થાય? આ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવે, શૂન્યપણાનો પ્રસંગ આવે. પણ એમ છે નહિ. જુઓ, સોનાની સાંકળી પલટીને કંકણ થાય છે, ત્યાં શું સોનું નાશ પામી જાય છે? કદીય નહિ. તેમ અવસ્થા ભલે પલટે, પણ અવસ્થાવાન એવું દ્રવ્ય તો નિત્ય જ રહે છે.
હવે ધ્યાન કરો, ધ્યાન કરો એમ કેટલાક રાડો પાડે છે, ધ્યાનની શિબિરો પણ લગાવે છે પણ કોનું ધ્યાન કરવું? વસ્તુ જ પોતાની જ્યાં દૃષ્ટિમાં આવી નથી ત્યાં કોનું ધ્યાન કરે? ધ્યાનનો વિષય તો ભાઈ ! અંદર રહેલું ત્રિકાળી ધ્રુવ નિત્ય પરમાત્મદ્રવ્ય છે. હવે દ્રવ્યના સ્વીકાર વિના એ કોનું ધ્યાન કરે? એ રાગનું ધ્યાન કરશે; (એને આર્ત-રૌદ્ર ધ્યાન થયા કરશે ).
અહા! રાગન-પુણ્યને ને પર્યાયને જ એ આત્મા માને છે એ એની ભૂલ છે. પણ એ ભૂલ પર્યાયમાં થઈ છે, વસ્તુમાં નથી. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો નિત્ય જ્ઞાયકભાવપણે રહ્યો છે. અહા ! એની દષ્ટિ કરતાં એની વર્તમાન ભૂલ છૂટી જાય છે અને આ જ એક કર્તવ્ય છે, ધર્મ છે. આવી વાત છે.
(પ્રવચન નં. ૩૯૧ થી ૩૯૩ * દિનાંક ૧૯૭-૭૭ અને ૨૦-૭-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com