________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
[ ૨૮૧ તો કેવી રીતે છે? જે જીવ વર્તમાન પર્યાયમાં રાગદ્વેષ કરે છે તે જ જીવ ભવિષ્યમાં તેનું ફળ ભોગવે છે. પાપના પરિણામ કરનારી એક અવસ્થા છે અને તેનું ફળ ભોગવનારી પર્યાય બીજી છે પણ તે બન્ને પર્યાયોમાં રહેલું દ્રવ્ય-આત્મા તો એનું એ જ છે. પર્યાય અનેરી અનેરી છે, પણ દ્રવ્ય તો એનું એ જ છે, જેણે પાપ કર્યું તે જ આત્મા તેનું ફળ જે દુઃખ તે ભોગવે છે. ભાઈ ! વૃત્તિમાન એવું જે દ્રવ્ય તે ત્રિકાળ નિત્ય છે. તેથી આત્મા જે વર્તમાન પર્યાયમાં પાપ કરે છે તે જ તેનું ફળ આગામી બીજી પર્યાયમાં ભોગવે છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાયમાં કોઈ તીવ્ર પાપ ઉપજાવે, સાતે વ્યસન સેવે તે મરીને જાય નરકમાં એને ત્યાં એના ફળમાં તીવ્ર દુઃખ ભોગવે. પણ ત્યાં અવસ્થા પલટવા છતાં આત્મા તો એનો એ જ છે, આત્મા કરે એ જુદો ને વળી ભોગવે એ જુદો-એવી માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આવી વાતુ!
પણ અરે! એને નવરાશ ક્યાં છે આવું સમજવાની. બિચારો દૂર દેશાવર જાય ને ધંધામાં મશગુલ રહે; બહુ ધન કમાય એટલે સમજે કે ફાવ્યા. ધૂળમાંય ફાવ્યા નથી સાંભળને. એ ધનના ઢગલા તો બાપુ! બધા ધૂળના ઢગલા છે. એમાં ક્યાં સુખ છે? એ તો એના કારણે આવે છે ને એના કારણે જાય છે. તું શું કમાય? એની મમતા કરીને તો ભગવાન! તું દુઃખના ઢગલા કમાઈ રહ્યો છે. અહીં કહે છે-એ ધનની (વર્તમાનમાં) મમતા કરનારો ને ભવિષ્યમાં તેના ફળમાં દુઃખનો ભોગવનારો આત્મા એનો એ જ છે.
ભગવાન! ધન-સંપતિ મારા સુખનાં સાધન છે એમ માની એની મમતા કરે એ તો મૂઢ મહા-મૂરખ છે. મહામૂરખ હોં.
તો નાનો મૂરખ કોણ ?
સમકિત થયા પછી કિંચિત્ ચારિત્રનો દોષ રહે તે નાનો મૂરખ. જેને મિથ્યાશ્રદ્ધાનો દોષ છે તે મૂઢ મહામૂરખ. ભાઈ ! ચારિત્રનો કિંચિત્ દોષ છે એય પોતાની મૂર્ખાઈ છે ને? તેથી તે નાનો મૂરખ. એ સમાધિશતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે ભાઈ ! કે – હું બીજાને ઉપદેશ આપી સમજાવું એવો જે મને વિકલ્પ છે તે મારી ઉન્મત્તપણાની ચેષ્ઠા છે. એમ કે- હું તો –આત્મા નિત્ય નિર્વિકલ્પ છું, અને મારે અંદર નિર્વિકલ્પ રહેવું જોઈએ; છતાં આવો બીજાને સમજાવવાનો વિકલ્પ આવ્યો ! એ ઉન્મત્તતા છે. લ્યો, આવી વાત ! મુનિરાજને ઉપદેશનો (સમજાવવાનો કે સાંભળવાનો) વિકલ્પ આવે તે અસ્થિરતાનો ચારિત્રદોષ હોવાથી તે ઉન્મત્તતા છે એમ ત્યાં કહ્યું છે. (સમાધિશતક શ્લોક ૧૯ ). બાપુ! આ તો વીતરાગના કાયદા ભાઈ !
અહીં કહે છે-પર્યાયનો નાશ થતાં દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે એમ મત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com