________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
[ ર૬૭ પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા છે. સમજાણું કાંઈ....?
અને જ્યારે ભેદજ્ઞાન થવાથી અર્થાત્ રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છેઅનુભવે છે ત્યારે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે.
જોયું? ધર્મીને દયા, દાન, વ્રત આદિનો રાગ હોય છે, પણ તે કાળેય રાગથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદજ્ઞાન વર્તે છે; અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી. પણ તેને પૃથફ જ જાણે છે; કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ. બાપુ! આ તો વીરનો માર્ગ પ્રભુ!
વીરનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને. એ શુભરાગ મારો એમ શુભરાગનો કર્તા થાય એ તો કાયર નપુંસક છે; તેને વીરનો માર્ગ મળતો નથી. જુઓ, છ ખંડના સ્વામી ભરત ચક્રવર્તી સાયિક સમકિતી હતા. તેના વૈભવનું શું કહેવું? જેને ઘેર ૯૬ હજાર રાણી, ને સોળ હજાર દેવતા જેની સેવા કરે, ઇન્દ્ર તો જેના મિત્ર અને હીરાજડિત સિંહાસન પર જે બેસે તે ભરત ચક્રવર્તીનો બહારમાં અપાર વૈભવ હતો. પણ આ બહારનો વૈભવ હું નહિ અને જે આ શુભાશુભ રાગ થાય તે મારી ચીજ નહિ હું તો એ સર્વથી ભિન્ન ચિત્માત્ર-જ્ઞાયકમાત્ર પરમાત્મદ્રવ્ય છું એમ તે અંદર અનુભવતા હતા. જાઓ આ મારગ ! તે વડે તે એ જ ભવે મુક્તિ પામ્યા.
આ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. આવી વાત છે. આ સ્યાદ્વાદ છે.
હવે આ અર્થના કળશરૂપ કાવ્ય કહે છે –
* કળશ ૨૦૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * કમી આર્દતા: fપ' આ અર્હતના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ પુરુષ' આત્માને, ‘સાંરહ્ય: રૂવ' સાંખ્યમતીઓની જેમ, વર્તારમ્ | પૃશસ્તુ' (સર્વથા) અકર્તા ન માનો ....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com