________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
ચન રત્નાકર ભાગ-૯ પ્રદેશી છે. તેમાં કાંઈ પલટવું તો છે નહિ. તો પછી આત્મા આત્માનો કર્તા ક્યાં રહ્યો? તેમાં કાંઈ નવીન કરવાપણું નહિ હોવાથી આત્મા અકર્તા જ ર્યો. તેથી જિનવાણીનો કોપ કેવી રીતે મટયો? તારી વિવક્ષા જ અસત્ય છે ત્યાં જિનવાણીનો કોપ કેવી રીતે મટે? ન મટે. જેમ ખોટો રૂપિયો હોય ને શાહુકારને હાથ આવે તો તે પાછો ન આપે, પણ ઘરના ઉંબરામાં જડી દે, જેથી તેનું ચલણ બંધ પડી જાય. તેમ તું ખોટી વિરક્ષા કહે પણ તે ભગવાનના મારગમાં કેમ ચાલે? સંત ધર્મી પુરુષો હોય તે તેનો નિષેધ જ કરે.
માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છે
આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે. અનાદિકાળથી શેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.”
આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. અહાહા...! આત્મા જે સામાન્ય. સામાન્ય એકરૂપ, ભગવાન સર્વજ્ઞદેવે જોયો તે અનંતગુણનો એક અભેદ પિંડ પ્રભુ સદા જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. ઝીણી વાત છે પ્રભુ! ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્યના સદેશ પ્રવાહરૂપ વસ્તુ આત્મા સદા એક જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે. પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણવાના કાળે... , જાણવું એ તો એનો સ્વભાવ છે ને? તો જે રાગાદિ ભાવો થાય તેને તે જાણે છે. અહા ! તે રાગાદિ ભાવોને જાણવાના કાળ.. , છે તો માત્ર જાણવાનો જ કાળ, પણ અનાદિકાળથી તેને શય અને જ્ઞાનના ભેદજ્ઞાનનો અભાવ હોવાને લીધે, શેયરૂપ એવા જે રાગાદિ ભાવો છે તેને આત્મા તરીકે જાણે છે. ભારે ગજબ!
શું કીધું? આ દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે પરશય છે ને જાણગસ્વભાવી ભગવાન આત્મા એથી ભિન્ન છે -આવું ભેદજ્ઞાન અનાદિકાળથી નહિ હોવાથી વ્રતાદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન-પરિણામને કરતો હોવાથી તે રાગનો કર્તા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાન-સ્વભાવે સ્થિત એવો અકર્તાસ્વભાવી છે, પણ વર્તમાન પર્યાય અપેક્ષાએ, રાગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com