________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ]
[ ૨૬૫ સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.” આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું.'
જોયું? શાસ્ત્ર ભણીને પણ તેઓ આવો વિપરીત આશય કાઢે છે કે-પુરુષને સ્ત્રી સાથે રમવાનો ભાવ થાય વા સ્ત્રીને પુરુષ સાથે રમવાનો ભાવ થાય તે વેદકર્મનું કાર્ય છે. એમ કે આત્મા તો અકર્તા છે, નિર્દોષ છે અને વેદકર્મ જ સ્ત્રી-પુરુષનો વિકાર કરે છે, પણ આ તો સાંખ્યમતનો અભિપ્રાય છે અને તે મિથ્યા જ છે. પરસ્પર ઘાત થાય છે તે ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિનું કાર્ય છે એવો અભિપ્રાય પણ મિથ્યા જ છે. પોતાની બુદ્ધિના દોષથી અર્થાત્ ભ્રમપૂર્ણ બુદ્ધિના કારણે તેઓ (–મુનિઓ ) એકાંતિક માને છે.
‘માટે, જિનવાણી તો સ્યાદ્વાદરૂપ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ ૫૨ જિનવાણીનો કોપ અવશ્ય થાય છે, જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે “ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો ) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી; ” તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે.
જુઓ, જિનવાણી તો સ્યાદ્વાદરૂપ છે. એટલે શું? તે વિકારભાવનો અજ્ઞાનદશામાં જીવ કર્તા છે, અને સ્વભાવના લક્ષે જ્ઞાનભાવ પ્રગટ થતાં તે વિકારનો કર્તા નથી, અકર્તા છે. આમ જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. તેથી સર્વથા આત્મા અકર્તા છે (કર્મ જ કર્તા છે) એમ એકાંત માનનારા તે મુનિઓ ૫૨ જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. તેઓ અવશ્ય જિનવાણીના વિરાધક થાય છે.
હવે જિનવાણીના કોપના ભયથી તેઓ વિવક્ષા પલટીને કહે છે કે –“ ભાવકર્મનો કર્તા કર્મ છે, અને પોતાના આત્માનો કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી; ” –આ તેમનું કથન પણ મિથ્યા જ છે. કેમ ? તો કહે છે–
આત્મા દ્રવ્યે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટયો ?'
શું કીધું ? આત્મા દ્રવ્યે નિત્ય છે અને ક્ષેત્રે નિયત લોકપ્રમાણ અસંખ્યાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
"