________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ અહાહા...! શું કહે છે? કે સાંખ્યમતીઓ તો આત્મા સર્વથા અકર્તા છે, જીવને પર્યાયમાં જે રાગ ને પુણ્ય-પાપ આદિ ભાવો થાય છે તેનો કર્તા આત્મા નથી, કર્મ જ તેનો કર્તા છે એમ માને છે. અહીં કહે છે-ભગવાન અહંતદેવને અનુસરનાર જૈનો પણ સાંખ્યોની જેમ આત્માને સર્વથા અકર્તા ન માનો. કેમ? કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી.
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ બધા જડ પદાર્થો પર પદાર્થ છે. તેનો કર્તા આત્મા નથી; કેમકે દરેક પદાર્થ પોતપોતાનું સમય સમયનું કાર્ય સ્વયં કર્યા જ કરે છે. કોઈ પણ પદાર્થ કાર્ય વિનાનો ખાલી-નકામો નથી. તેથી બીજો બીજાનું કામ કરે એ સંભવિત જ નથી. કોઈ જ નવરું નથી ત્યાં બીજાનું કેમ કરે? તેથી આત્મા શરીરાદિનું કાર્ય કરે, વા શરીરાદિ આત્માનું કાર્ય કરે એમ બનવાયોગ્ય જ નથી. , એમ છે જ નહિ.
હવે એની પર્યાયમાં જે શુભાશુભ રાગના-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ, ચોરી આદિના પરિણામ થાય છે તેનો કર્તા કોણ? શું કર્મ તેનો કર્તા છે કે જીવ પોતે તેનો કર્તા છે? તો કહે છે
“મેવાવવોથાત્ અધ:' ભેદજ્ઞાન થયા પહેલાં તે નિ' તેને “સ' નિરન્તર ‘ત્તરમ્ વત્તયન્ત' કર્તા માનો...
જાઓ, કહે છે કે- જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા ભિન્ન ને રાગાદિ વિકારના ભાવ ભિન્ન-એમ બેનું ભેદવિજ્ઞાન થયું નથી ત્યાં સુધી પર્યાયમાં જે રાગ-દ્વેષમોહના ભાવો નિરંતર થાય છે તેનો આત્મા કર્તા છે એમ માનો. અહા! ભેદજ્ઞાનરહિત અજ્ઞાનદશામાં આત્મા કર્તા છે એમ માનો.
આ શેઠિયા બધા ઝવેરાત વગેરેનો વેપાર કરીને ખૂબ પૈસા કમાય ને? અહીં કહે છે-એ ધૂળેય કમાય નહિ સાંભળને. એ પૈસા-ધૂળ આવે ને જાય તેનો આત્મા (અજ્ઞાની પણ) કદીય કર્તા નથી; પણ તત્સંબંધી જે લોભના ને માયાના પરિણામ થાય તેનો તે અવશ્ય કર્તા છે એમ માનો –એમ કહે છે. સમજાય છે કાંઈ..? અહાહા....! જ્યાં સુધી વિકારથી ભિન્ન નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ હું આત્મા છું એવું ભાન થયું નથી ત્યાં સુધી, કહે છે, આત્મા કર્તા છે એમ માનો. લ્યો, આવી વાત! હવે કહે છે
‘તુ’ અને ‘ઉર્ધ્વન' ભેદજ્ઞાન થયા પછી ‘ઉદ્ધત–વો–ામ–નિયત સ્વયં પ્રત્યક્ષમ્ નમ્' ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને ‘વ્યુતવર્તુમાંવમ્ અન્ન – પરમ્ જ્ઞાતારમ્' કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ પશ્યન્ત' દેખો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com