________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
આચાર્ય કહે છે ‘માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, ૫૨ને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી, તેને કર્તાપણું સંમત કરવું ( અર્થાત્ તે કર્તા એમ સ્વીકારવું );....'
અહાહા....! જાણગ... જાણગ..... જાણગ એવો જે એક જ્ઞાયકભાવ ધ્રુવસ્વભાવ સામાન્ય... સામાન્ય એવા જ્ઞાનસ્વભાવે સ્થિત છે. એમાં કાંઈ પલટવું નથી. અહાહા... ! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય પ્રભુ દ્રવ્ય નિત્ય છે, ક્ષેત્રે અસંખ્યપ્રદેશી નિત્ય છે અને ભાવથી સામાન્ય એક જ્ઞાયકભાવપણે નિત્ય છે. આવો એકરૂપ નિત્ય રહેનારો શાયભાવ હોવાથી તેમાં કાંઈ કર્તાપણું આવતું નથી.
"
આમ હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે....' કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવો...' એક કીધું ત્યાં તે ભાવોને કર્મ ઉપજાવે છે એમ અર્થ નથી. એ ભાવો ત્રિકાળી સ્વભાવના લક્ષ થયા નથી પણ ૫૨-કર્મના નિમિત્તના સંબંધે થયા છે બસ એમ કહેવું છે. સમજાય છે કાંઈ....? તે ભાવો ઉપજે છે તેમાં કર્મનું નિમિત્ત છે બસ.
શું કહે છે? કે સામાન્ય એક જ્ઞાયકભાવ નિત્ય જ્ઞાનસ્વભાવે અવસ્થિત છે. આમ હોવા છતાં, ‘કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિ કાળથી શૈય અને જ્ઞાનના ભેદજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે...' અહાહા....! કહે છે–હવે એ જ્ઞાયકભાવના વર્તમાનમાં ( –એની વર્તમાન પર્યાયમાં) જ્યારે કર્મના સંબંધથી વિકાર થાય ત્યારે, તે કાળે એટલે તેના જ્ઞાનના કાળે, આ વિકારના પરિણામ તે જ્ઞેય અને હું તો તેને જાણનાર ભિન્ન જ્ઞાતા દ્રવ્ય છું. -એવા ભેદવિજ્ઞાનથી તે શૂન્ય છે. અનાદિથી તેને એવું ભવિજ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! રાગાદિ વિકારના પરિણામ થયા તેના જાણવાના કાળે તેનું (ભિન્નપણાનું ) જ્ઞાન થવું જોઈએ. રાગાદિ વિકારના પરિણામ ભિન્ન અને તેને હું જાણનારો ભિન્ન-એવું ભેદજ્ઞાન થવું જોઈએ. પણ, કહે છે, આને એવા ભેદજ્ઞાનનો અનાદિ કાળથી જ અભાવ છે અને તેથી તે જ્ઞેય એવા રાગાદિ વિકારને પોતાના માને છે. લ્યો, આવી ભૂલ!
આત્મા જ્ઞાયકસ્વભાવી વસ્તુ નિત્ય ધ્રુવ ત્રિકાળ છે. તેમાં બદલવું નથી. પણ તેની પર્યાયમાં કર્મના નિમિત્તના સંબંધે રાગાદિ વિકાર થાય છે. તે વિકાર થવાના કાળે જ્ઞાન એને જાણે છે. અહા! આ દયા, દાન આદિ રાગના પરિણામ થયા તે શેય ને હું તો તેને સ્પર્શ કર્યા વિના જ તેને જાણવાના સ્વભાવવાળો જ્ઞાયક છું- એમ ભિન્નપણું જાણવાને બદલે અનાદિથી એ આવા ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com