________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ]
[ ૨૫૭
થાય ત્યાં તેના પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે પણ તેની પ્રદેશ-સંખ્યામાં કોઈ વધઘટ થતી નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શકતું નથી.
વળી, “વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી શાયભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે” –આવી જે વાસના (અભિપ્રાય, વલણ ) પ્રગટ કરવામાં આવે છે તે પણ આત્મા આત્માને કરે છે’ એવી (પૂર્વોક્ત ) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો ).
66
જુઓ, આત્મા દ્રવ્યે નિત્ય છે; તેથી આત્મા આત્માને કરે છે એમ અજ્ઞાની કહે છે એ સિદ્ધ થતું નથી.
વળી, આત્મા ક્ષેત્રપણે ત્રિકાળ નિયત છે; તેથી આત્મા આત્માને કરે છે એ ક્ષેત્રપણે પણ સિદ્ધ થતું નથી.
હવે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે, તેથી આત્મા આત્માને કરે છે એ ભાવથી પણ સિદ્ધ થતું નથી એમ કહે છે. ત્યાં,
66
અજ્ઞાનીની દલીલ છે કે જ્ઞાયકભાવ ત્રિકાળ જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; અને જ્ઞાયકભાવને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે. માટે જ્ઞાયકભાવ છે તે મિથ્યાત્વાદિ વિકારને કરે એમ બને નહિ, તથા મિથ્યાત્વાદિ વિકાર થાય તો છે, તેથી તેનો કર્તા કર્મ જ છે. તેને આચાર્ય ભગવાન કહે છે-ભાઈ! તારી આ જે વાસના છે તે, આત્મા આત્માને કરે છે” એવો જે તારો અભિપ્રાય છે તેને અત્યંતપણે હણે જ છે; કેમકે જ્ઞાયકભાવને ત્રિકાળ જ્ઞાનસ્વભાવે સ્થિત માનતાં આત્મા અકર્તા જ ઠર્યો, કોઈ રીતે કર્તા ન ઠર્યો.
આ પ્રમાણે આત્મા દ્રવ્યથી શું, કે ક્ષેત્રથી શું કે ભાવથી શું-ત્રણેમાંથી કોઈ રીતે કર્તા સિદ્ધ થતો નથી અને કાળથી-પર્યાયથી તું કર્તા બતાવતો નથી; પર્યાયનો કર્તા તો તું કર્મને ઠરાવે છે. માટે શ્રુતિના કોપથી બચવા આત્મા (કથંચિત) કર્તા છે એમ તું દલીલ કરે છે તે મિથ્યા છે. વાસ્તવમાં પર્યાયદષ્ટિ જીવ તેને પર્યાયમાં જે વિકાર થાય છે તેનો તે પોતે જ કર્તા છે અને નિજ જ્ઞાયકભાવની દૃષ્ટિ થતાં જ્ઞાનભાવ પ્રગટ થવાથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા છે. આ વસ્તુસ્થિતિ છે. સમજાય છે કાંઈ....?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com