________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ આત્મા છું, –એવા અંતર-અનુભવ વિના એ બધી ક્રિયા ફોગટ છે, સંસારની રખડપટ્ટી ખાતે છે.
હવે કહે છે- “વળી સકલ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર–સંગ્રહ છે. (અર્થાત્ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને (–આત્માને ) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્ય બની શકતું નથી, કારણ કે પ્રદેશોના સંકોચવિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને (-આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શકતું નથી.)'
ત્રણકાળ-ત્રણલોક જેમના જ્ઞાનમાં યુગપદ જણાયા તે ભગવાન સર્વજ્ઞદેવે આ લોકનો વિસ્તાર દીઠો છે. તેના નિશ્ચિત અસંખ્ય પ્રદેશ છે અને એટલા જ એક જીવદ્રવ્યના નિશ્ચિત અસંખ્ય પ્રદેશો છે. લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવવસ્તુ છે. આચાર્ય કહે છેએ પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ જીવને કાર્યપણું બની શકતું નથી, કેમકે અસંખ્ય પ્રદેશોમાં સંકોચ-વિકાસ થાય પણ પ્રદેશોની સંખ્યા તો તેની તે જ અસંખ્ય રહે, તેમાં કોઈ હીના-અધિકતા કે વધ-ઘટ થતી નથી.
ભાઈ ! સર્વજ્ઞ પરમાત્મા શું ફરમાવે છે તે એક વાર ભગવાન! તું સાંભળ. કહે છે-આત્માના લોકપ્રમાણે અસંખ્ય પ્રદેશો છે તેમાં સંકોચ-વિકાસ થાય, પણ પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતી નથી. કોઈ મનુષ્યદેહથી છૂટીને કીડીમાં જાય તો તેના અસંખ્ય પ્રદેશો સંકોચાઈ જાય, પણ પ્રદેશોની સંખ્યા ઓછી ન થાય. વળી તે જ જીવ હજારો જજનના શરીરવાળો મચ્છ થાય તો પ્રદેશોનો વિકાસ થાય, પણ પ્રદેશોની સંખ્યા વધે નહિ. પ્રદેશની સંખ્યા તો એની એ જ અસંખ્ય રહે છે.
અહા! જીવ અનાદિકાલીન નિગોદની અવસ્થામાં રહ્યો છે. આ બટાટા ને ડુંગળી નથી આવતાં? અહાહા..! તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર છે, ને એક એક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. તે પ્રત્યેક જીવના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! એ પ્રદેશો ત્યાં સંકોચાઈ ગયા છે, પણ કાંઈ ઓછા થઈ ગયા છે એમ નથી. તે જ જીવ એક હજાર જોજનના શરીરવાળો મચ્છ થાય ત્યારે તેના પ્રદેશો તો એટલા ને એટલા જ છે, માત્ર ત્યાં પ્રદેશોનો વિકાસ ( વિસ્તાર) થાય છે. સૂકુંભીનું ચામડું સંકોચ-વિકાસ પામે છે, પણ તેથી સૂકું થતાં ઘટી ગયું ને ભીનું થતાં વધી ગયું-એમ નથી. તેમ અહીં કોઈ મોટો અબજોપતિ શેઠિયો હોય તે સ્વરૂપના ભાન વિના મિથ્યાશ્રદ્ધાનવશ પાપ ઉપજાવીને ગલુડિયામાં જન્મે ત્યાં તેના પ્રદેશોમાં સંકોચ થાય પણ તેની સંખ્યામાં કાંઈ ઘટે નહિ. અરે ! દુઃખથી ભરેલી આ જન્મપરંપરામાં એને નાની-મોટી દેહની અનેક અવગાહના પ્રાપ્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com