________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
| [ ૨૫૯ લીધે પોતાસ્વરૂપે જાણે તે રાગના પરિણામને પોતાસ્વરૂપ જાણે છે. રાગની જે ક્રિયા થઈ તે પોતાની છે એમ અજ્ઞાની જાણે છે. આ પ્રમાણે રાગને-પરને આત્મા તરીકે જાણતો એવો તે સુ-જ્ઞાયકભાવ) વિશેષઅપેક્ષાએ જ્ઞાનના પરિણામને અજ્ઞાનરૂપ કરતો, પર્યાયમાં મિથ્યાજ્ઞાનરૂપ કરતો આચાર્ય કહે છે, તે રાગનો કર્તા છે એમ સ્વીકારવું. આવી વાત !
કોઈને થાય કે હવે આ બધું ક્યાં સમજવા બેસવું? એને બદલે આપ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરવાનું કહો તો સહેલું સટ થઈ જાય. પણ બાપુ! જેને તું કરવાનું સહેલું સટ માને છે એ તો બધો રાગ છે અને એ તો પૃથક્ રહીને પરય તરીકે જાણવાયોગ્ય છે. પણ એને બદલે તું એને કરવાયોગ્ય માને છે તે તારી કર્તાબુદ્ધિનું અજ્ઞાન જ છે. અજ્ઞાની જ તેને જાણવાકાળે પોતાને કરવાયોગ્ય જાણે છે અને એમ જાણતો તે તેનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ..? બાપુ! સમયે જ છૂટકો છે. બાકી ચારગતિની જેલ ઊભી જ છે.
અહા ! એને ક્યાં સુધી કર્તાપણું છે? તો કહે છે
તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.'
જાઓ, પહેલાં કહ્યું કે- આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગનો વિકલ્પ ઉઠે છે તે પોતાની ચીજથી ભિન્ન પરશેય છે, ને હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી ચૈતન્યમહાપ્રભુ છું એવું જ્યાં સુધી ભેદજ્ઞાન ન થાય ત્યાંસુધી અજ્ઞાનપણે જીવ રાગનો કર્તા છે એમ માનવું. રાગને પોતાનો જાણે, વા પોતાનું કર્તવ્ય જાણે ત્યાં સુધી ભેદજ્ઞાનના અભાવને લીધે જીવ રાગનો કર્તા છે; રાગને કર્મ (-પ્રકૃતિ ) કરે છે એમ નહિ, પણ અજ્ઞાની જીવ પોતે રાગનો કર્તા છે. હવે આવો મારગ ને આવી વસ્તુસ્થિતિ છે.
અરેરે! ભાઈ ! તે મારગને યથાર્થ જાણ્યા વિના ચોરાસીના અનંત અનંત અવતાર કર્યા છે; કાગડાના, કુતરાના, કંથવાના અને નરકાદિના અનંત અનંત અવતાર કર્યા છે. આ પહેલી નરક છે ને? એની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની છે. એવી દશહજાર વર્ષની આયુસ્થિતિ લઈને ભગવાન! તું ત્યાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. ત્યાંના દુઃખનું શું કહીએ? કોઈ મોટા વૈભવશીલ રાજાનો રાજકુમાર હોય, મહા કોમળ શરીર ને જુવાનજોધ દશા હોય અને એ રાજકુમારને ધગધગતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com